આમ તો ગુજરાતમાં સબ સલામતનો દાવો કરવામાં આવે છે. મહિલાઓ નોકરી માટે ગુજરાતને સુરક્ષિત માને છે. પણ સરકારના એકમમાંથી જ એક મારામારીનો કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરના પાલીતાણા એસ.ટી ડેપોમાં ફરજ બજાવતી એક મહિલા કંન્ડકટર પર એક શખ્સે ગાળાગાળી કરીને ફડાકા મારી દીધા હતા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કચેરીમાં અધિકારીઓની સામે જ એક શખ્સે અપશબ્દો બોલી મહિલાને દેવાવાળી કરી હતી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ એસટી વિભાગમાં મહિલા કન્ડક્ટર મામલે ચર્ચા શરૂ થઈ ગઈ છે. વિકાસ સાથે મહિલા સુરક્ષાના બણગાં ફૂકતી સરકારના જ એકમમાં મહિલા પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ મામલે જ્યારે જવાબદાર અધિકારીઓને પ્રશ્ન કરાયા ત્યારે તેમણે મૌનવ્રત ધારણ કરી લીધું હતું. આ ઘટના અંગે સુત્રમાંથી જાણવા મળ્યું હતું કે, પાલીતાણા એસ.ટી ડેપોમાં એક મહિલા કંન્ડક્ટર પદે ડ્યૂટી કરે છે. ફરજ દરમિયાન કચેરીમાં હતી એ દરમિયાન એક શખ્સ ત્યાં પહોંચી ગયો અને મહિલાને ગાળો ભાંડી હતી. થોડી વાર સહન કર્યાં પછી મહિલા કંઈ કહેવા માટે ઊભી થતાં શખ્સે દેવાવાળી કરી હતી. મહિલાના વાળ પકડીને પાસે રહેલી નજીકમાં રહેલી કિટ માથે મારી દીધી.
પછી મહિલાને ફડાકાવાળી કરી.આ સમગ્ર ઘટના સમયે અધિકારી હાજર હતા. પણ મહિલાને બચાવવા માટે કંઈ પગલાં લીધા નહીં. તેની નઝર સામે જ ઘટના ઘટી રહી હોવા છતાં મૂકબધીરની જેમ બેસી રહ્યા હતા. એક મુલાકાતીએ મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. આ બનાવ અંગે પાલીતાણા એસ.ટી ડેપોના કાર્યવાહક ડાંગરને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે, હુમલો કરનાર મહિલાનો પ્રેમી છે. અંદરોઅંદરના ડખા છે. આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરવાનો ઈન્કાર કર્યો છે.