Monday, July 14, 2025
HomeGujaratમાત્ર એક જ વર્ષમાં આ કંપનીએ રોકાણકારોને આપ્યું મસમોટું રીટન

માત્ર એક જ વર્ષમાં આ કંપનીએ રોકાણકારોને આપ્યું મસમોટું રીટન

એક વર્ષ પહેલા સુધી નાના સ્ટોકમાં આવનારા Gopala Polyplastના શેરોએ છેલ્લા એક વર્ષણાં પોતાના રોકાણકારોને બંપર રિટર્ન આપ્યું છે. એક વર્ષ પહેલા 29 ઓક્ટોબર, 2020ના રોજ Gopala Polyplastના શેરોનો બીએસઈ ઉપર ભાવ રૂપિયા 4.51 હતો. જે આજે વધીને રૂપિયા 772 થઈ ગયો છે. આ દરમયાન પોતાના રોકાણકારોને 17000 ટકાનું ભારેભરખમ રિટર્ન આપ્યું છે.

તેની તુલનામાં બેંચમાર્ક ઈન્ડેક્સ સાથે કરીએ તો બીએસઈએ છેલ્લા એક વર્ષમાં જ્યાં આશરે 50 ટકાનો વધારો થયો છે તેમજ બીએસઈ સ્મોલ કેપ ઈન્ડકેસ્માં આશરે 90 ટકા રિટર્ન આપ્યું હતું. આ સ્ટોક 19 ઓક્ટોબર, 2021ના રોજ બીએસઈ ઉપર 1286.95 રૂપિયા પોતાના સર્વોચ્ય સપાટીએ પહોંચી ગયું હતું અને તેનું માર્કેટ કેપિટલાઈઝેશન આશરે 790 કરોડ રૂપિયા છે. જો એક વર્ષ પહેલા કોઈ રોકાણકારે Gopala Polyplastના શેરોમાં રૂપિયા 1 લાખનું રોકાણ કર્યું હશે તો તેને એક લાખ રૂપિયા આજે વધીને 1.71 કરોડ રૂપિયા થઈ ગયા છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

આ નાના સ્ટોકે પોતાના રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન જરૂર આપ્યું છે. જો કે, રોકાણકારોએ આ વાત ઉપર ધ્યાન દેવાની જરૂર છે કે નાના સ્ટોક ઘણા અસ્થિર હોય છે. તેવામાં માત્ર વધારે જોખમ સહવાની ક્ષમતા રાખનારા રોકાણકારો જ આવા શેરોમમાં પોતાનો સમગ્ર પોર્ટફોલીયોનો એક નાનો ભાગ રોકાણ કરવો જોઈએ. નાનો સ્ટોક જેટલો પણ ઝડપથી આગળ વધે છે તેટલી જ ઝડપથી તે ક્રેસ પણ થઈ શકે છે.

Gopala Polyplastના શેરોમાં છેલ્લા મહિના દરમયાન 11 કારોબારી સત્ર દરમયાન 5 ટકાની ઉપર સર્કિટ લાગી છે જ્યારે 9 વખત તેમાં 5 ટકાની લોઅર સર્કીટ લાગી છે. Gopala Polyplast કંપનીની સ્થાપના 1984માં થઈ હતી અને તે સામાનોની પેકેજિંગ માટે પ્લાસ્ટિકની વસ્તુઓનું ઉત્પાદન કરે છે. કંપની અનાજ, સિમેન્ટ, રસાયણો, ખાતરો, ખાંડ જેવા ઉદ્યોગોમાં પેકેજિંગ માટે ઉપયોગમાં લેવાતા વણેલા બોરીઓ અને વણાયેલા કાપડનું ઉત્પાદન કરે છે.

આ કંપનીનું કંટ્રોલ મુખ્ય રૂપથી પ્રમોટરોની પાસે છે. જેની પાસે કંપનીની 92.83 ટકા ભાગીદારી છે. તો માત્ર 7.17 ટકા ભાગીદારી જ પબ્લીક શેરહોલ્ડરોની પાસે છે. બેંક ઓફ બડોદા આ કંપનીની સૌથી મોટી પબ્લીક શેરહોલ્ડર છે. જેની પાસે કંપનીની 5 ટકા ભાગીદારી અથવા 5.12 લાખ શેર છે. તો એફઆઈઆઈ પાસે 0.23 ટકા ભાગીદારી છે.
Gopala Polyplast એ જૂન 2021ના ત્રીમાસીકમાં લગભગ 2 કરોડ રૂપિયાનું નુકશાન કર્યું હતું. તો બીજી તરફ છેલ્લા નાણાકીય વર્ષમાં તે જ ત્રીમાસીક સમયગાળામાં તેણે 1.46 કરોડનું નુકશાન થયું હતું. જો કે, માર્ચ 2021ના ત્રીમાસીક સમયગાળામાં કંપનીએ 17 કરોડનો નફો કર્યો હતો. જૂન 2021ના ત્રીમાસીકમાં કંપનીની રેવન્યુમાં વધારો થયો છે. જો તેમ છતા પણ કંપની નફામાં આવી શકી નથી. બીએસઈ ફાઈલીંગના જણાવ્યા પ્રમાણે જૂન ત્રીમાસીકમાં કંપનીને 10.59 કરોડની આવક થઈ છે. જે વિતેલા નાણાકીય વર્ષના આ ત્રીમાસીક સમયમાં કોવિડ લોકડાઉનનના કારણે શૂન્ય હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,000SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page