રાષ્ટ્રવાદી પ્રખર સંગઠન જય અંબે સેવા ગ્રૂપ મોરબી તરફથી તા. 27 ઑક્ટોબરના રોજ બુધવારે રાત્રે 8.00 કલાકે, ક્લાસિક બેંકવેટ હોલ, રાધે પાર્ટી પ્લોટની બાજુંમાં વક્તા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠના વ્યક્તનું આયોજન કરાયું છે. જેમાં તેઓ રાષ્ટ્રના આંતરિક પડકારો અને આપણી ભૂમિકા પર પોતાના વિચારોને શબ્દો આપશે.
રાષ્ટ્રવાદી પ્રખર સંગઠન મોરબી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રના આંતરિક પડકારો અને આપણ ભૂમિકા જેવા મહત્ત્વના વિષયને લઈને વિખ્તાય પત્રકાર પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીના વ્યાખ્યાનનું આયોજન કરાયું છે. જેમાં દરેક નાગરિક તથા પરિવારજનોએ આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કાજલબેન સિંગાળા ખાસ ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન જીજ્ઞેશભાઈ કૈલા તરફથી કરવામાં આવ્યું છે.