અમદાવાદ એરપોર્ટના રનવે પર વહેલી સવારે વાનરોનું એક ટોળું અચાનક આવી ચઢ્યું હતું જેના કારના ટેકઓફ માટે તૈયાર ફ્લાઈટને અટકાવી પડી હતી જે બાદ એરપોર્ટ સ્ટાફ દોડતો થઇ ગયો હતો.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

વહેલી સવારે 4:30થી 5:30 વચ્ચેના સમયમાં બનેલી આ ઘટનાથી 10થી 15 મિનીટ સુધી ફ્લાઈટ ટેક ઓફ થઇ શકી ન હતી. એરપોર્ટ નજીક આવેલ વૃક્ષના પક્ષીઓ વાંદરાના તરખાટથી ઉડવા લાગે છે.સામાન્ય રીતે વહેલી સવારે ફટાકડા ફોડીને વાંદરા કે પક્ષીઓને ટેક ઓફ સમયે રનવે એરિયાની આજુબાજુ દુર કરી દેવામાં આવે છે પણ વાંદરાના ટોળાને રોકી શકવામાં એરપોર્ટ એથોરીટી સફળ થઇ શકી નથી
10 થી વધુ ફ્લાઈટ નિર્ધારિત સમય કરતા મોડી પડી
અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પરથી ઓપરેટ થતી 10થી વધુ ફ્લાઈટ નિર્ધારિત સમય કરતા મોડી પડી હતી સ્પાઈસ જેટની ગોવાથી અમદાવાદ આવતી ફ્લાઈટ ટેકનીકલ કારણસર કેન્સલ કરાઈ હતી.