દેશમાં એક તરફ બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનો ડ્રગ્સ કેસ સમાચાર પત્રો અને ચેનલની હેડલાઈન છે. ત્યાં સૌરાષ્ટ્રમાં આવેલ એક ડ્રગ્સ કેસે રાજ્યભરમાં ચર્ચા જગાવી છે અને રાજકોટ પોલીસને દોડતી કરી દીધી છે રાજકોટમાં અન્ડર 19 ક્રિકેટ ખેલાડી નશાની લતમાં એટલી હદે સપડાઈ ગયો કે ઘર છોડીને નીકળી ગયો હતો જે બાદ માતા મીડિયા સમક્ષ આવીને પોતાનો વલોપાત ઠાલવ્યો હતો. ડ્રગ્સ માફિયાઓની ચુંગાલમાં ફસાયેલો અંડર 19 ટૂર્નામેન્ટનો ક્રિકેટર આકાશ ચિઠ્ઠી લખીને ઘર છોડી ગયો હતો.જે બાદ તેની માતા અલ્કાબેને મીડિયા સમક્ષ ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કરતા પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવતા પોલીસ પોતાની શાખ બચાવવા એક્શન મોડમાં આવી છે. અને ક્રિકેટરને ડ્રગ્સના રવાડે ચડાવનાર અને તેની જિંદગી બરબાદ કરનાર વધુ બે ડ્રગ્સ પેડલરને ઝડપી લીધા છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
આ બંને શખસ કારમાં 0.45 ગ્રામ એમડી ડ્રગ્સના ઇન્જેક્શન સાથે ઝડપાયા છે. આ ઉપરાંત હોટલમાંથી આકાશ, તેની પૂર્વ પત્ની અને વેપારીની અટકાયત કરાઇ હતી. અમીએ જ આકાશને ડ્રગ્સ લેવા હોટલમાં ઓફર કરી હતી.

પોલીસે મહિલાના નિવેદનથી પુત્ર, પૂર્વ પુત્રવધૂ તેમજ ક્રિકેટર પુત્રની જીંદગી બરબાદ કરનાર ચાર શખસોને ઝડપી લીધા હતા જોકે આ ગેંગનો મુખ્ય આરોપી હજુ ગિરફત બહાર છે જેને ઝડપી લેવા અલગ અલગ જગ્યા સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. આ દરમિયાન એસઓજી સ્ટાફે ભોમેશ્વર પાસેથી વધુ બે શખસોને ડ્રગ્સના જથ્થા સાથે કારમાં નીકળતા ઝડપી લઈ આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું સહિતની પૂછપરછ કરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એસઓજી સ્ટાફે ક્રિકેટરની માતાનું બંધ બારણે રાત સુધી નિવેદન નોંધી ડ્રગ્સ પેડલરોને ઝડપી લેવા ઠેર-ઠેર દરોડા પાડ્યા હતા. ગઇકાલે રેસકોર્ષ પાસે આવેલી શિવશક્તિ હોટેલમાંથી તેનો પુત્ર અને પૂર્વ પુત્રવધૂને ડ્રગ્સ લેતા દબોચી લીધા હતા.
પોલીસને ડ્રગ્સ મળતું નથી અને યુવક યુવતીઓને આરામથી ડીલીવરી મળે
રાજકોટમાં નશાનો કાળો કારોબાર બેફામ બન્યો છે કોલેજીયન યુવક યુવતીઓમાં ગાંજો, ચરસ, એમડી સહિતના માદક પદાર્થનું ધૂમ સેવન થઇ રહ્યું છે, યુવાનો જ નહી પરંતુ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આવા તત્વોએ નશાના રવાડે ચઢાવી દીધા છે, પોલીસ અધિકારીઓ અત્યાર સુધીમાં કેટલા દરોડા પાડ્યા અને તેમાં કેટલો માદક પદાર્થ પકડવાના મસમોટા દાવા કરાઈ રહ્યા છે. શહેરમાં અનેક યુવતીઓ છે જે માદક પદાર્થનું સેવન કરી રહી છે, એટલું જ નહી આવા માદક પદાર્થની પાક્કી બંધાણી બની છે. જો દરરોજ નશો કરવા મળે નહી તો આવી યુવતીઓની માનસિક હાલત એટલી હદે ખરાબ થાય છે કે તે બૂમબરાડા પાડવા લાગે છે અને નશો કરવા માટે કોઇ પણ હદે સમાધાન કરવા તૈયાર થઇ જાય છે.