આણંદના મલાતજ ગામમા આવેલા મેલડી માતાજીનાં દર્શન કરવા કારમાં જઈ રહેલા સંતરામપુરના ચાર યુવાનને મહુધા પંથકના મંગળપુર પાટિયા પાસે અજાણ્યા ટ્રેલરચાલકે ટક્કર મારતાં કાર રોડ ની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં ચાર યુવાનનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. મંગળવારે રાત્રે સંતરામપુરમાં એકસાથે 4 યુવાનની અંતિમયાત્રા નીકળતાં આખું નગર હીબકે ચઢ્યું હતું અને એક પરિવારના 3 યુવાનનાં મોત થતાં ભોઇ સમાજમાં શોક ફેલાઇ ગયો છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
અકસ્માતમાં ભોઇ સમાજના અને એક જ પરિવારના 3 યુવાનો મોત થતાં ભોઈ પરિવાર પર વિટંબણાઓનો પહાડ તૂટી પડ્યો છે. તેમનાં પરિવારજનો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચતાં વાતાવરણ રોકકડથી દ્રવી ઊઠ્યું હતું. આ કાળનો કેવો સંયોગ કહેવાય કે, મંગળવારના દિવસે મેલડી માતાજીના મંદિરે મંગળવાર ભરવા જતાં 4 મૃતક યુવાનોની કારને મંગળપુર પાટિયા પાસે જ અકસ્માત સર્જાયો હતો. જ્યારે મોડી સાંજે મૃતક ચાર યુવકોના મૃતદેહ લવાતા વાતાવરણમાં ગમગીની છવાઇ હતી.
એક સાથે 4 યુવકોની અંતિમયાત્રા નીકળતાં ગામ હીબકે ચઢ્યું હતું. તથા અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયાં હતાં.સંતરામપુરના રાજુભાઈ સનાભાઇ ભોઇ મંગળવારે મેલડી માતાનાં દર્શન જતા હતા. ત્યાર છેલ્લા 6 મહિનાથી સુરેશભાઈ અંબાલાલ ભોઈ અને સંજયભાઈ દીપાભાઇ ભાઇ પણ દર મંગળવારે મેલડી માતાના દર્શન માટે મહિનામાં ચારથી પાંચ વાર દર્શન કરવા જતા હતા. ઇક્કો કારમાં રાજુભાઇ, સંજયભાઇ તથા સુરેશભાઇ મંગળવારે માતાનાં દર્શન કરવા જતા હતા. તેમની સાથે પ્રથમવાર તેમનો મિત્ર સંજયભાઈ બારિયા ગયો હતો. આમ, પ્રથમવાર ગયેલા સંજય બારિયા સહિત એક જ પરિવારના 3 ભોઇ સમાજના સભ્યોના અકસ્માતમાં મોતથી સંતરામપુરમાં માતમનો માહોલ પ્રસરી ગયો હતો.