Wednesday, July 9, 2025
HomeGujaratCentral Gujaratકડવા પાટીદાર સમાજની દિકરીઓને માત્ર 1 રૂપિયા ટોકન-ફી થી IAS-IPS પરીક્ષાની તાલીમ...

કડવા પાટીદાર સમાજની દિકરીઓને માત્ર 1 રૂપિયા ટોકન-ફી થી IAS-IPS પરીક્ષાની તાલીમ અપાશે

સોલા ઉમિયા કેમ્પસ ખાતે આગામી તારીખ 11 થી 13 ડિસેમ્બર 2021 દરમિયાન યોજાનારા ભવ્યાતિભવ્ય શિલાન્યાસ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે અમદાવાદ અને ગાંધીનગરની પાટીદાર બહેનો માટે મહિલા મહાઅધિવેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 4000 કરતાં પણ વધારે મહિલાઓ પધારી હતી.આ પ્રસંગે શ્રી ઉમિયા માંતાજી સંસ્થાન ઉંઝાના મંત્રી દિલીપ નેતાજીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી કે ઉમિયા કેમ્પ ખાતે ઉમિયા કેરીયર ડેવલોપમેન્ટ કાર્યરત છે. જેમાં સરકારના વિવિધ વિભાગો માટે યોજાતી સ્પર્ધાત્મક પરિક્ષાઓ તથા IAS-IPS માટે યુપીએસસી-જીપીએસસીની પરીક્ષા આપનાર દિકરીઓને માત્ર એક રૂપિયાના ટોકનથી તાલીમ આપવામાં આવશે. સોલા ઉમિયા કેમ્પસની વિશાળ જમીન પર રૂપિયા 1500 કરોડના ખર્ચે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાકાર થશે. આ પૂર્વે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. જે પ્રોજેક્ટ અંતર્ગત ઉમિયા માતાજીનું 136 ફૂટ ઉંચું ભવ્ય મંદિર, તમામ જ્ઞાતિના શ્રધ્ધાળુઓ માટે ભોજન વ્યવસ્થા, બેન્ક્વેટ હોલ ઉપરાંત 1500 દિકરીઓ અને વર્કીંગ વુમન માટે અત્યંત સુવિધાયુક્ત અદ્યતન હોસ્ટેલ નિર્માણ કરવામાં આવશે.

C.M.પટેલના હસ્તે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાશે.
​​​​સામાન્યમાં સામાન્ય પાટીદાર સભ્ય પણ ગૌરવભેર કહી શકે કે મંદિરનો માલિકી હક્ક મારો છે, એટલે જ દરેક વ્યક્તિને વહીવટી કાર્યમાં સામેલ કરવામાં આવશે. 20 નવેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાશે. જેમાં 10 હજાર કરતાં પણ વધારે શ્રધ્ધાળુઓ ભાગ લેશે. મહિલા મહાઅધિવેશન કાર્યક્રમના મુખ્ય આયોજક અને મહિલા કન્વિનર ડો.જાગ્રુતી પટેલે ઉપસ્થિત બહેનોને શપથ લેવડાવ્યા હતા. ડો.જાગ્રુતી પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે,વહીવટી શક્તિ, યુવા શક્તિ, મહિલા શક્તિનો સમાજના ઉત્થાન અને વિકાસ માટે મહત્તમ ઉપયોગ કરવાનો પ્રયાસ છે. નાના બાળકોથી લઈને તમામ ઉંમરના લોકો સંગઠીત બનશે તો સમાજ ઓજસ્વી અને તેજસ્વી બનશે. બહેનોએ પણ મંદિર નિર્માણ માટેની 500 રૂપિયાની એક ઈંટ માટે દાનની સરવાણી વહાવી હતી. જેમાં બહેનોએ 500 રૂપિયાથી 5000 રૂપિયા સુધીના દાન કર્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
2,990SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page