ટંકારા સીવીલ કોર્ટનુ નવું બીલ્ડીંગ તાત્કાલીક ધોરણે બનાવવા માટે ટંકારા બાર એસોસીએશનના પ્રમુખ પરેશ ઉજરીયા એ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી,ગૃહમંત્રી ,વિરોધ પક્ષના નેતા ,બાર કાઉંસીલ ઓફ ગુજરાતના ચેરમેન અમદાવાદ ,રાજકોટ લોકસભાના સાંસદ સભ્ય ,ટંકારા -પડધરીના ધારાસભ્ય ,જીલ્લા વિકાસ અધિકારી મોરબી , જીલ્લા કલેકટર મોરબી તમામને લેખીત રજુઆત કરેલી છે.

ટંકારા સીવીલ કોર્ટ બનાવવા માટે તાલુકા પંચાયત કચેરીની બાજુમાં વર્ષ 2014 ની સાલમાં જગ્યા મંજુર થઈ ગયેલી છે પરંતુ હજી સુધી બીલ્ડીંગ બનાવવાનું કામ કાજ શરૂ થયું નથી જે તાત્કાલીક ધોરણે સીવીલ કોર્ટનુ બીલ્ડીંગ બનાવવા માટે લેખીત રજુઆત કરેલ છે. તાત્કાલિક આ કામ શરૂ કરવા તંત્રને અપીલ કરવામાં આવી છે.