ખાતરના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો હોવાના અહેવાલો બાદ ખેડૂતોમાં ઉહાપોહ મચી ગયો હતો. જો કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને રસાયણ મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી હતી કે, ખાતરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહી. કેંન્દ્ર સરકારે સબસિડીની રકમ વધારી દીધી છે એટલે ખેડૂતો પર વધારાનો બોજો નહીં પડે. આ ચોખવટ વાત મામલો શાંત પડ્યો હતો.
માંડવીયાએ કહ્યું કે, ખાતરની કિંમત ઘણી વધી છે અને અમુક ચોક્કસ પ્રકારના ખાતર આપણે બહારથી ઇમ્પોર્ટ પણ કરવા પડે છે. ખેડૂતોને વધેલા ખાતરના ભાવનો બોજ ન પડે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતરમાં મળતી સબસીડીમાં વધારો કર્યો છે. જેમાં યુરિયામાં પ્રતિ બેગ જે રૂ. 1250 સબસીડી હતી તેમાં ડીએપીમાં માં સબસીડી વધારી રૂ.1650 કરવામાં આવી છે. એનપીકે માં સબસીડી રૂ. 900 હતી જે વધારી રૂ. 1050 રૂપિયા કરવામાં આવી એસએસપીમાં રૂ. 135 થી વધારીને રૂ.375 સબસીડી કરવામાં આવી છે. આમ ખેડૂતોને કોઇ વધારાનો બોજ ખાતરની કિમતમાં નહી પડે.
કેટલીક પ્રાઇવેટ કંપનીએ રૂ.1700 ભાવ કર્યા હતા સરકારે કંપની સાથે ચર્ચા કરી અને ખાતરની કિંમતમાં ઘટાડો કરવા સૂચન કર્યુ છે.
. આમ ખાતરના ભાવમાં હાલ કોઇ ભાવ વધારો થયો નથી. જેથી ખેડૂતોને ખાતરની પ્રતિ બેગમાં થયેલા ભાવ વઘારાથી રાહત મળશે.