ગુજરાતનો વિરસપૂત જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ અને સૈન્ય વચ્ચેની અથડામણમાં શહીદ થયો છે. ખેડા જિલ્લાના મુળ કપડવંજ તાલુકાના એક નાનકડા ગામ વણઝારિયામાં રહેતો યુવાન આતંકીઓ સામેની લડાઈમાં શહીદ થયો છે.આર્મી સૈન્યમાંથી જવાન શહીદ થતા ગામમાં માતમનો માહોલ પ્રસરી ગયો હતો શહીદનો પાર્થિવદેહ વતનમાં લવાતા આખું ગામ હિબકે ચડ્યું હતું. ગામના તમામ લોકોની આંખ ભીની થઈ ગઈ હતી.પરિવાર પર એકાએક આભ તૂટી પડ્યું હતું.રાષ્ટ્રીય સન્માન સાથે એમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
જ્યારે પરિવારજનોની આંખમાંથી દરિયો છલકાયો હતો. કપડવંજ તાલુકાના વણઝારિયા ગામનો રહેવાસી 25 વર્ષનો હરિશસિંહ રાધેસિંહ પરમારે કાશ્મીરમાં શહાદત વહોરી છે. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સૈન્ય વચ્ચે થયેલા ફાયરિંગમાં હરિશસિંહને ગોળી વાગી હતી. જેથી તેઓ શહીદ થયા હતા. આ વાત એમના પરિવારજનો સુધી પહોંચતા એમના માથે આભ ફાટ્યું હતું. સમગ્ર પંથકમાં આ વાતને કારણે બારે ગમગીની છવાઈ ગઈ હતી.
પિતા રાધેસિંહ પરમારને સંતાનમાં બે પુત્રો છે. જેમાંથી એક સૈન્યમાં હતો. હાલમાં નાનો પુત્ર સુનિલ અભ્યાસ કરી રહ્યો છે. છેલ્લે મે મહિનામાં તે પોતાના વતનમાં આવ્યો હતો. એક મહિનાની રજામાં તેમણે પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કર્યો હતો. એ પછી તેઓનું પોસ્ટિંગ જમ્મુમાં થયું હતું. કપડવંજની પ્રાથમિક શાળામાં તેમણે અભ્યાસ કર્યો હતો. હરિશને નાનપણથી જ આર્મીમાં જવાનું લક્ષ્ય હતું. શિક્ષણ પૂર્ણ કરીને આર્મીમાં જજવા તેઓ અથાગ પ્રયત્ન કરતા હતા. વર્ષ 2016માં આર્મીમાં એમનું સિલેક્શન થયું હતું. એ સમયે એના પરિવારમાં ખુશીનો કોઈ પાર ન હતો. પિતા અને ભાઈ પણ રાજીના રેડ થઈ ગયા હતા.હરિશનું પહેલું પોસ્ટિંગ આસામ, બીજું રાજસ્થાન અને એ પછી જમ્મુમાં પોસ્ટિંગ થયું હતું. જમ્મુના મછાલે સેક્ટરમાં એમની ડ્યૂટી હતી.
સમગ્ર વણઝારિયા ગામે એમની શહીદીના સમાચાર વાયુવેગે ફેલાતા સમાજના લોકો તથા પરિવારજનોની આંખ ભીની થઈ છે. આખું ગામ હિબચે ચડ્યું છે. જવાનના મિત્ર વર્તુળ અને સમાજમાં પ્રસરતાં સમાજના લોકો તથા ગ્રામજનો પરિવારના વહારે આવ્યા છે. જવાનના ઘરની બહાર લોકો હૈયાફાટ રૂદન કરી રહ્યા છે. ખાસ કરીને પિતાની આંખ એક મિનિટ પણ કોરી રહી નથી. આવાત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એમના લગ્ન થવાના હતા. એ પહેલા તેમણે દેશની સુરક્ષા માટે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો.