સુવિધા આપનામાં નબળી પણ વેરા વસુલાતમાં એગ્રેસર રાજકોટ મહાનગર પાલિકા હવે પાર્કિંગ પોલીસી મુદ્દે પ્રજા પર આર્થિક ભારણ વધારી રહી છે. આ અંગેની એક દરખાસ્ત તા.20 ઑક્ટોબરના રોજ મળશે. રાજકોટ શહેરમાં નવી પાર્કિંગ પોલીસી અુસાર ઘર, બજાર કે ઓફિસ પાસે પાર્ક કરેલા વાહન પર પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવશે. પાર્કિંગની કોઈ પ્રકારની વ્યવસ્થા કર્યા વગર મહાનગર પાલિકાએ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન લાગુ કરી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
15 રસ્તાઓ પર પ્રીમિયમ પાર્કિંગ ચાર્જ
ડૉ. યાજ્ઞિક રોડ, ડૉ. દસ્તુર માર્ગ, ઢેબર રોડ, ટાગોર રોડ, પેલેસ રોડ, ગુંદાવાડી, કેનાલ રોડ, દાણાપીઠ, રીંગરોડ, સોની બજાર, પરા બજાર, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, રેસકોર્ષ રીંગ રોડ. શહેરના જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં રસ્તાની સાઈડમાં કોઈ વાહન પાર્ક કરશે તો વધારે ચાર્જ વસુલાશે. અત્યાર સુધી ટ્રાફિક પોલીસ નડતર રૂપ અને નો પાર્કિંગમાં રહેલા વાહન લઈ જતી હતી. અથવા ટાયરમાં ક્લેમ્પ કરી દેતી હતી. નવી પોલીસીમાં આ સત્તા મહાનગર પાલિકા પાસે છે. પાર્કિંગમાં જગ્યા છે કે નહીં એ અંગે માહિતી મળી રહેશે. આ માટે ખાસ સેન્સર મૂકવામાં આવશે. જેના પરથી ખ્યાલ આવશે કે, ક્યા પાર્કિંગમાં કેટલી જગ્યા છે. વાહનચાલકોને સાઈટ શોધવા માટે પણ તે મદદરૂપ રહેશે. જેથી કાર પાર્ક કરવા માટે હવે લાંબો સમય નહીં બગડે.
મુખ્ય બજારમાં પાર્કિંગ સુવિધા નથી
રાજકોટ શહેરની મુખ્ય બજારમાં કોઈ પાર્કિંગ સુવિધા નથી. હવે મહાનગર પાલિકા જાહેર રસ્તા પર પાર્ક થયેલા વાહનો પર પાર્કિંગ ચાર્જ વસુલ કરશે. સુવિધા ઊભી કર્યા વગર ચાર્જ વસુલાત થતા લોકોમાં આ અંગે અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. રાજકોટ શહેરમાં અત્યારે સર્વેશ્વર ચોક, 150 ફૂટ રીંગરોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ જેવા મુખ્ય લોકેશન પર રૂ.5થી લઈને રૂ.50 સુધીનો પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. મુખ્ય ચોકની 30 મીટરની ત્રિજ્યામાં પણ નો પાર્કિંગ રહેશે. પોલીસ નહીં પણ મહાનગર પાલિકાનું વાહન પાર્ક કરેલી ગાડીને ટો કરીને લઈ જશે. રોડની આસપાસ રહેલી જગ્યામાં વાહન પાર્ક કર્યું તો વધારે પૈસા ચૂકવવા પડશે.જ્યારે ઓફ સ્ટ્રીટમાં ચાર્જ ઘટશે. નવી પોલીસી અનુસાર વાહન ખરીદનારે કોર્પોરેશનને પુરાવો આપવો પડશે કે એના ઘરની આસપાસ 250 મીટરના વિસ્તારમાં પાર્કિંગ છે કે નહીં. પણ હવે આ નીતિ રાજકોટમાં આ નીતિ લાગુ કરવી કે નહીં એ અંગે વિચારણા ચાલી રહી છે.
શું કહે છે કમિશનર?
ટુ વ્હીલર, ફોર વ્હીલર, થ્રી વ્હીલર, હેવી વ્હીકલ્સના ચાર્જ નક્કી થશે. એ પ્રમાણે ચાર્જની વસુલાત કરાશે.જ્યાં 48 રાજમાર્ગો પર વિસ્તારને આધારે પાર્કિંગના દર નક્કી કરાશે. છેલ્લા ત્રણ વર્ષથી પાર્કિંગ પોલીસીનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. આખરે સમગ્ર રાજકોટ શહેર માટે પોલીસી તૈયાર થઈ ચૂકી છે. એટલે હવે ટો કરવા માટે પોલીસની ગાડી જ નહીં મહાનગર પાલિકાનું વાહન પણ આવશે. અત્યારે માત્ર નીતિ વિષયક સૈદ્ધાંતિક દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. આ મામલે સ્ટેન્ડિગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે કહ્યું હતું કે, પાર્કિંગ પોલીસી તૈયાર થઈ ગઈ છે. આ માટે કેટલાક વાંધા સૂચન પણ મંગાવવામાં આવ્યા હતા. કુલ 10 વાંધા સુચન મળ્યા હતા. જેને ધ્યાને લઈને કમિશનરે એક બેઠક પણ યોજી હતી. અત્યારે પાર્કિંગ પોલીસી અને પાર્કિંગ બાયલોઝ તૈયાર છે. જેને શહેરી વિકાસ વિભાગની મંજૂરી અર્થે ટૂંક સમયમાં રવાના કરવામાં આવશે. આ વિષય પર રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર અમિત અરોરાએ જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. સુરત મહાનગર પાલિકાએ જે પાર્કિંગ પોલીસી લાગુ કરી એના આધારે રાજકોટમાં પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. અત્યારે દરખાસ્તમાં ચાર્જ વસુલાતને આવરી લેવામાં આવી છે. જે દર નક્કી થશે એ પ્રમાણે આગળ વધાશે.