મોરબીની એડીશનલ સેશન્સ કોર્ટમાંથી નિમાબેન આચાર્ય, કાંતિભાઇ અમૃતિયા અને મનોજ પનારાનો છુટકારો
મોરબીમાં 2009 લોક સભા ચૂંટણી દરમિયાન કચ્છ મોરબીના ભાજપના તત્કાલીન ઉમેદવાર પુનમબેનના સમર્થનમાં ભક્તિનગર સર્કલ પાસેનાં મોર્ડન હોલમાં સભા યોજાઈ હતી. જે સભામાં અંજારના ધારાસભ્ય નીમાબેન આચાર્ય,તત્કાલીન ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા તેમજ જે તે સમય ભાજપના કાર્યકર મનોજ પનારા સહિતના આગેવાનો હજાર રહ્યા હતા આ સભા દરમિયાન મતદારોને લલચાવે તેમને પ્રભાવિત કરી શકે તેવી જાહેરાત અને આદર્શ આચારસહિતાનું પાલન ન કરવા અંગે ફરિયાદ નોધાઇ હતી જે બાદ 2018 ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટે ત્રણેયને દોષિત જાહેર કરી એક વર્ષની સજા અને દંડ ફટકર્યો હતો
જે બાદ પૂર્વ ધારાસભ્ય અને અન્ય આગેવાનોએ આ આદેશને ઉપલી કોર્ટમાં પડકાર્યો હતો .આજે આ કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે અને બન્ને પક્ષની દલીલ ના આધારે ઉપલી કોર્ટે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા,નીમાંબેન આચાર્ય અને મનોજ પનારાને નિર્દોષ જાહેર કર્યા હતા.