IPL ટર્નામેન્ટમાં ત્રણ વખત જીતીને ચેમ્પિયન બનેલી ટીમ ચેન્નઈ સુપરકિંગ્સનો સામનો એક વખતની ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે થવાનો છે. IPLની ફાઈનલ મેચ શરૂ થાય એ પહેલા એક વસ્તુ ચેન્નઈ સુપરકિંગ્સને પરસેવો લેવડાવી શકે એમ છે. કોલકાતા નાઈટ રાઈડર્સનો સૌથી મોટો મેચ વિનર ચેન્નઈ સુપરકિંગ્સ અને IPLટુર્નામેન્ટની ટ્રોફી વચ્ચે વિલન પુરવાર થઈ શકે છે. આ ખેલાડી ધોનીનો સૌથી મોટો દુશ્મન સાબિત થઈ શકે છે. જે મેચ દરમિયાન પ્રેશર ઊભું કરવામાં મોટો રોલ પ્લે કરી શકે છે.
કોલકાતા નાઈટરાઈડર્સનો આ ખેલાડી વિરાટ કોહલીને પણ હંફાવી ચૂક્યો છે. હવે એનો આગામી ટાર્ગેટ મહેન્દ્રસિંહ ધોની હોઈ શકે છે. કોલાકાતા નાઈટ રાઈડર્સના સ્પીનર મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપવાળી ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ માટે આ ખેલાડી દુશ્મન પુરવાર થઈ શકે છે. કોલકાતા નાઈટરાઈડર્સનો આ મિસ્ટ્રી સ્પીનર મનાય છે. સુનિલ નરેને ચેન્નઈ સામેની મેચમાં સૌથી ખતરનાક સાબિત થઈ શકે છે. RCB સામેની મેચમાં ખતરનાક સ્પીનર સાબિત થયો હતો. તે બેટિંગમાં પણ સારો છે અને બોલિંગ પણ ઘાતક ફેંકે છે. સુનિલે RCB અને દિલ્હી કેપિટલ્સની ટીમની વ્યૂહરચના પર પાણી ફેરવી દીધુ હતું. કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ માટે સુનિલ એક સારો ફિનિશર છે. મેચ જીતાડી શકે એવી એની ક્ષમતા છે. બોલિંગમાં પણ તે શાનદાર છે આ સિવાય પિંચ હિટરની ભૂમિકા પણ પ્લે કરી ચૂક્યો છે. રન મશીનની જેમ રન પણ બનાવી શકે છે. આ જ કારણે કોલકાતાની ટીમ IPLટુર્નામેન્ટની ફાઈનલ સુધી પહોંચી છે. UAEમાં તેણે 8 મેચમાંથી 11 વિકેટ ખેરવી છે. પણ ઓગસ્ટ 2019થી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.
વેસ્ટ ઈન્ડિઝ માટે સુનિલ નરેને પોતાનો અંતિમ મેચ વર્ષ 2019માં રમ્યો હતો. ત્યાર બાદ તે ટીમમાં બહાર છે. તા.6 ઓગસ્ટ 2019ના રોજ પ્રોવિડન્સમાં ભારત સામે રમાયેલી મેચમાં સુનિલે 4 ઓવરમાં 29 રન આપ્યા હતા. આ દરમિયાન વિકેટ પણ ખેરવી શક્યો ન હતો. સુનિલે આમ પણ કેરેબિયન ટીમ માટે 51 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. 49 દાવમાં સારી એવી બોલિંગ કરી છે. કુલ 52 વિકેટ ખેરવી છે.