ફેસ્ટિવલ સીઝન શરૂ થવાની સાથે ડિમાંડમાં વધારો થવાના કારણે અર્થતંત્રમાં રિકવરી ઘણી ઝડપથી થઈ રહી છે. શેરબજાર સતત નવા હાઈ બનાવી રહ્યું છે. છેલ્લા એક વર્ષના ડેટાના એનાલિસીસ પ્રમાણે બીએસઈ 500માં 165 સ્ટોક્સે પાછલા વર્ષે દશેરાથી અત્યારસુધીમાં રોકાણકારોની રકમને બમણી કરી દીધી છે. આ સમયગાળામાં સેનસેક્સ લદભર 49 ટકા વધ્યો છે. તેમાંથી 11 એવા સ્ટોક છે જે આ સમયગાળા દરમયાન 300 ટકાના વાધારો થયો છે. આ 11માંથી 9 સ્ટોક્સમાં નબળાઈના સંકેતો કરતા પણ વધારે મજબુતી દેખાઈ રહ્યાં છે.
અડાણી ટોટલ ગેસ
આ સ્ટોકે પાછલા દશેરા બાદથી 634 ટકા વધીને રૂપિયા 1440ને પાર થયો છે.
જેએસડબ્યુ એનર્જી લિમિટેડ
આ સ્ટોમાં પાછલા દશેરા બાદથી લગભગ 527 ટકા તેજી આવી છે. તેની કિંમત વર્તમાન સમયમાં 400 રૂપિયાની આસપાસ છે.
બાલાજી એમીનીઝ
આ સ્ટોકમાં પાછલા દશેરાથી અત્યારસુધીમાં 431 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેની વર્તમાન કિંમત 843.20 રૂપિયાની છે.
અડાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ
આ સ્ટોકે એક વર્ષના સમયગાળા દરમયાન 397 ટકાનો વધારો થયો છે. વર્તમાન સમયમાં લગભગ 1569 રૂપિયાને પાર થયો છે.
ટ્રાઈડેંટ લિમિટેડ
દશેરા બાદ આ સ્ટોકમાં 394 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. વર્તમાન સમયમાં તેની બજાર કિંમત 39.30 રૂપિયા છે.
એચએફસીએલ
આ સ્ટોકમાં એક વર્ષના સમયગાળામાં લગભગ 347 ટકાનો ઉછાળો આવ્યો છે. તે અત્યારે 75 રૂપિયાને પાર થયો છે.
Happiest Minds Technologies –
ગયા વર્ષના દશેરા બાદ આ સ્ટોકમાં 331 ટકાનો ઉછાળો આવ્યો છે. તેની વર્તમાન કિંમત 1379 રૂપિયાની છે.
ગુજરાત ફ્લુરોકેમિકલ્સ લિમિટેડ
આ સ્ટોકમાં ગત દશેરાથી એક વર્ષના સમયગાળામાં અંદાજે 321 ટકાનો ઉછાળો આવ્યો છે. તેની હાલની બજારકિંમત 2120 રૂપિયાની છે.
ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ
છેલ્લા એક વર્ષમાં આ સ્ટોકમાં પણ લગભગ 307 ટકાનો ઉછાળો આવ્યો છે. તેની વર્તમાન કિંમત 793.65 રૂપિયાની છે.
ટાટા પાવર
ટાટા પાવરના સ્ટોકમાં 306 ટકાનો ઉછાળો એક વર્ષમાં નોંધાયો છે. તેની વર્તમાન કિંમત 224.15 રૂપિયા છે.