HomeGujaratસૌરાષ્ટ્રમાં તહેવારોમાં ખરીદી,બજારમાં દશેરામાં દિવાળીનો માહોલ,તમામ ક્ષેત્રમાં વેચાણ વધતા વેપારીઓ ખુશ

સૌરાષ્ટ્રમાં તહેવારોમાં ખરીદી,બજારમાં દશેરામાં દિવાળીનો માહોલ,તમામ ક્ષેત્રમાં વેચાણ વધતા વેપારીઓ ખુશ

નવરાત્રીનાં તહેવાર સાથે બજારમાં ખરીદીનો માહોલ શરુ થઈ ગયો છે.બજારમાં સામાન્ય દિવસોની સરખામણીમાં લોકોની ચહલ પહળ વધી છે. દશેરા પર્વમાં સોના ચાંદી વાહનો ઇલેક્ટ્રિક ચીજવસ્તુઓ તેમજ ઘર દુકાન ખરીદી ખરીદી માટે શુભમુર્હુત માનવામાં આવતું હોવાથી દરેક માર્કેટમાં ઘરાકી હોય છે.ઓટો મોબાઈલ સેક્ટરની વાત કરીએ તો દશેરા પર્વમાં વાહનોની એડવાન્સ બુકિંગ પણ શરુ થઈ ગયા છે.ત્યારે સૌરાષ્ટ્રની બજારમાં દિવાળી પહેલા વેપારીઓના ચહેરા પર ખુશી છલકાઈ આવી છે.વેપારીઓના મતે પાછલા વર્ષે કોરોના મહામારીમાં માર્કેટ ખુબ નબળું રહ્યું હતું.જોકે તેની કસર આવ વર્ષે પૂરી થાય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.માત્ર રાજકોટમાં ચાલુ વર્ષે દશેરાના દિવસે 1500 ટુવ્હિલ અને 1000 ફોર વ્હીલ વેચાણ થવાનો અંદાજ છે તો સૌરાષ્ટ્રના અન્ય નાના મોટા શહેર જેવા કે જામનગર,જુનાગઢ,મોરબી અમરેલી પોરબંદર જેવા શહેરમાં પણ ગત વર્ષ કરતા 10 થી 15 વેચાણ વધવાની સંભાવના વેપારીઓ વ્યકત કરી રહ્યા છે.

નવરાત્રિના દિવસોમાં પણ વેપારમાં સારો એવો વધારો થયો હોવાનું પણ વેપારી જણાવી રહ્યા છે.ઈલેક્ટ્રીકોનિક માર્કેટની વાત કરીએ તો રાજકોટ શહેરમાં રૂપિયા 25 કરોડનો વધારો થશે તેવું વેપારીઓ આશા સેવી રહ્યા છે.આ રીતે રીયલ સ્ટેટમાં પણ બજારમાં સુધારો આવ્યો છે.કોમર્શીયલ અફોર્ડેબલ હાઉસમાં પણ ખરીદી નીકળી છે.આ ઉપરાંત લગ્ન સીઝન નજીક હોવાથી સોની બજારમાં લગ્નસરાની ખરીદી નીકળી છે અને છેલ્લા 15 દિવસથી નવી ખરીદી નીકળી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW