Monday, July 14, 2025
HomeGujaratખાનગી પેઢીના હિસાબનીશને કલીપ 85 લાખમાં પડી,પેઢીને માર્યો એક કરોડનો ધુમ્બો

ખાનગી પેઢીના હિસાબનીશને કલીપ 85 લાખમાં પડી,પેઢીને માર્યો એક કરોડનો ધુમ્બો

રાજકોટની એક ખાનગી પેઢીના હિસાબનીશને પોર્ન સાઈટની લત લાગી હતી. પોર્ન સાઈટની મારફતે તે ગાજીયાબાદની એક યુવતીની માયાજાળમાં ફસાયો હતો.હિશાબનીશે યુવતીને લગ્ન કરવાનું કહી તેના માલિકનારૂ 85 લાખની રોકડ તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈ કુલ એક કરોડની ઠગાઈ કર્યાની અમદાવાદના વેપારીએ હિસાબીનીશ સહિત 10 સામે સીઆઈડી ક્રાઈમ રાજકોટમાં ફરીયાદ નોંધાવી છે.

આ મામલે સીઆઈડી ક્રાઈમના પીઆઈ શેરગીલે અમદાવાદ રહેતાં ઈરફાન શેખ (ઉ.વ.૩૯) કેજે ગ્રાફિક ડિઝાઈનનું કામ કરે છે તેની ફરીયાદ પરથી રાજકોટના જામનગર હાઈ-વે પર નાગેશ્વર વિસ્તારમાં રહેતા તેના જ હિસાબનીશ તુષાર સેજપાલ ઉપરાંત ગાજીયાબાદની યુવતી સપના તેની માતા રાજકુમારી ગીતા, યોગેશ, ચરણસિંગ, સુશિલ, ફકિરસિંહ સહિત 10 સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અમદાવાદમાં રહેતા અને રાજકોટમાં પણ મકાન ધરાવતા વેપારી ઈરફાન શેખ (ઉ.વ.39) ત્યાં આરોપી તુષાર સેજપાલ કે જે ધો.12 પાસ છે તે છેલ્લા ઘણા સમયથી હિસાબનીશ તરીકે રાજકોટ રહી નોકરી કરે છે. તુષારનો પોર્ન સાઈટ મારફતે ગાજીયાબાદની આરોપી સપના સાથે સંપર્ક થતા બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. દરમિયાન તુષારે લગ્ન માટે કહેતા તેણે પૈસા માંગવાનું શરૂ કર્યું હતું.

સપનાની જાળમાં ફસાયેલા હિસાબનીશ તુષારે 2019 થી 2020 દરમિયાન તેણે વેપારી ઈરફાન શેખના આશરે 85 લાખ જેટલી રકમ તેના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી. જયારે અન્ય આરોપીઓએ સપનાની મદદગારી કરી હતી. બીજી તરફ વેપારી ઈરફાન કે જેનું એક ઘર રાજકોટમાં હોય તેના હપ્તા બાકી હોય તે અડધા જ ભરાતા હોવાથી તેને શંકા જતા તપાસ કરાવતા સમગ્ર વિગતો બહાર આવતા અંતે તેણે હિસાબનીશ તુષાર અને ગાજીયાબાદની સપના સહિત 10 સામે આશરે એકાદ કરોડની છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,000SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page