બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ એપ્રીલથી જૂન 2021ના ત્રીમાસિકમાં ફેડરલ બેંકમાં પોતાની ભાગીદારી લગભગ 0.40 ટકા વધારી દીધી છે. જેના કારણે તેના પોર્ટફોલીયોમાં ફેડરલ બેંકના 75 લાખ શેર જોડાઈ ગયાં. છેલ્લા છ મહીનામાં આ બેન્કીંગ શેર રૂપિયા 70થી રૂપિયા 90ની વચ્ચે રહ્યો છે અને પોતાના શેરધારકોને ખાસ રિટર્ન આપ્યું નથી. તેમ છતા ફેડરલ બેંકના જુલાઈ 2021ના શેરહોલ્ડીંગના જણાવ્યા પ્રમાણે બિલબુલે આ સ્ટોક ઉપર પોતાનો ભરોસો યથાવત રાખ્યો છે અને ફેડરલ બેંકમાં પોતાની ભાગીદારી જાળવી રાખી છે. તો રાકેશ ઝુનઝુનવાલાની હોલ્ડીંગવાળા આ સ્ટોક નાણાકીય વર્ષ 22ના બીજા ક્વાર્ટરમાં મજબુત નંબરો ઉપર રહ્યાં બાદ ઉપર તરફ જવાના સંકેતો દેખાઈ રહ્યાં છે.
શેર બજારના એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે ફેડરલ બેંકે મજબુત કારોબારી મોમેંટમ દેખાડ્યું છે અને તેના શેર આગામી કારોબારી સેશંસમાં જોરદાર ઉછાળો આપી શકે છે. એન્જલ વનના જ્યોતિરાયે આ સ્ટોક ઉપર જણાવ્યું છે કે, ફેડરલ બેંકે નાણાકીય વર્ષ 22ના ક્વાર્ટર 2 માટે મજબુત બિઝનેશ મોમેંટમ દેખાડ્યું છે. કારણ કે, ત્રિમાસીક આધાર ઉપર તેનુા એડવાન્સેસ 3.4 ટકાના વધારા સાથે 1,37,3091 કરોડ રૂપિયા થઈ ગયાં છે. ત્રિમાસિક આધાર ઉપર ડિપોઝીટ 2.5 ટકાના વૃદ્ધિ સાથે 1,68,743 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ત્રિમાસિક આધાર ઉપર સીએએસએ રેશ્યો 135 બીપીએસ સુધરીને 36.16 ટકા થઈ ગયો છે. તે સિવાય અમે બિઝનેશ મોમેંટમમાં સુધારાની સાથે સાથે ફેડરલ બેંક માટે એસેટ ક્વોલીટી અને ક્રેડિટમાં સતત ઘટાડાની આશા રાખી રહ્યાં છીએ. ચોઈસ બ્રોકીંગના સુમીત બગડીયાના જણાવ્યા પ્રમાણે ફેડરલ બેંકના શેરચાર્ટ પેટર્ન ઉપર મજબુત દેખાઈ રહ્યો છે અને તે શોર્ટ ટર્મમાં 94 રૂપિયા સુધી જઈ શકે છે. કોઈ પણ રોકાણકાર ઈચ્છે તો રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલીયોમાં રહેલા આ બેન્કીંગ સ્ટોકમાં 80 રૂપિયાનો સ્ટોપલોસની સાથે વર્તમાન સ્તર ઉપર ખરીદી કરી શકે છે.