દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવે સેંચૂરી મારી છે. જેનાથી આવનારા દિવસો કપરા છે એ નક્કી છે. પણ આની સીધી અસર ટ્રાન્સપોર્ટ પર થઈ છે. ટ્રાન્સપોર્ટ સેક્ટરને સૌથી મોટી અસર થઇ છે. ટ્રાન્સપોર્ટ એસો.તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના કારણે 25થી 30 ટકા ટ્રકના પૈડા થંભી ગયા છે. જેના કારણે અમુક વસ્તુઓના ભાવ વધવાનું નક્કી છે.
કોરોનાકાળમાં ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, તેવામાં ડીઝલના ભાવ વધી જતા ટ્રક સંચાલકોએ કપરી પરિસ્થિતિમાં પસાર થવાનો વારો આવ્યો છે.”
ગુજરાતમાં અંદાજે 11 લાખ ટ્રક દેશમાં 1 કરોડ જેટલા ટ્રક ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં દોડે છે. જે વિવિધ પ્રકારનો માલ- સામાન શહેર તથા રાજ્યમાં પહોચાડે છે. જેમાં મોટા પ્રમાણમાં ડીઝલનો ઉપયોગ થતો હોય છે. જ્યાં ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે, આ સ્થિતમાં ધંધો ટકાવી રાખવો તે મોટો પડકાર બન્યું છે. જો બીજા રાજ્યમાં ઉત્પાદન થતી વસ્તુ માં ભાવ વધે તો હવે મોંઘવારી સાતમા આસમાને જશે.
ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ તપન શર્માએ જણાવ્યું કે, ડીઝલના ભાવ વધતા 40 ટકાની ખોટ વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ માર્કેટમાં સ્પર્ધાના કારણે માલ-સમાન લોડિંગ માટેના ભાડા પણ નથી વધારી શકતા. જેના કારણે ટ્રક સંચાલકોએ પોતાનું ઓપરેશન ઘટાડી દીધા છે. પરિણામે દેશભરમાં અંદાજે 25-30 ટકા ટ્રકો બંધ પડી છે.