હિમાચલપ્રદેશના દુર્ગમ જિલ્લા લાહૌલ-સ્પીતી પ્રકૃતિના ખજાનાથી ભરાયેલું છે. ખુબસુરત ઘાટી, ગ્લેશિયર અને ઉંચા પહાડ પર્યટકોને આકર્ષિત કરે છે. તો અહીંયા આવેલી છે લીલા કલરની મીઠાપાણીની નદી.
અહીંયા ચંદ્રતાલ લેકને બેસ્ટ કેમ્પિંગ સાઈટ પણ માનવામાં આવે છે. જ્યાં જઈને તમે પોતાને પ્રકૃતિની ખુબ જ નજીક હોવ તેવો અહેસાસ કરી શકો છો. માટે જ આ નદીને ધી મુન લેકના નામથી ઓળખવામાં આવે છે. આ નદી સમુદ્રસપાટીથી 4300 મીટરની ઉંચાઈએ આવેલી છે.
દર વર્ષે મોટી સંખ્યામાં અહીંયા પ્રવાસીઓ ફરવા માટે આવે છે. વર્તમાન સમયમાં પ્રવાસીઓનું સૌથી પસંદગીનું સ્થળ છે. જો કે, શરદી ઋતુ શરૂ થતાની સાથે જ બરફવર્ષાનો સિલસિલો શરૂ થાય છે. ત્યારે આ જગ્યાને ત્રણથી ચાર મહિના માટે બંધ કરી દેવામાં આવે છે.
કહેવામાં આવે છે કે, આ નદીનું પાણી દિવસમાં ઘણી વખત પોતાનો રંગ બદલે છે. આ નદીને મીઠા પાણીની નદીના નામથી પણ ઓળખવામાં આવે છે. હાલના દિવસોમાં અહીંયા પહોંચનારા પ્રવાસીઓ હવામાનનો ખુબ જ ફાયદો ઉઠાવી રહ્યાં છે. સ્પીતી વૈલી નજીક પહાડોથી ઘેરાયેલા ચંદ્રતાલ લેક આવવા માટેનો સૌથી સારો સમય મેથી ઓક્ટોબરની વચ્ચે છે.