વર્ષ 2013માં મોરબી જિલ્લો તો જાહેર થઇ ગયો પરંતુ જિલ્લાકક્ષાની સુવિધાઓ ઉભી કરવામાં ક્યાંક ને ક્યાંક ઉદ્સીન વલણ અપનાવવામાં આવી રહ્યું છે. વર્ષ 2016 થી સત્તા માર્ગ અને મકાન વિભાગ અને ગુજરાત સરકારના લીગલ વિભાગ વચ્ચે માત્ર વાતચીત જ થઇ રહી છે. જેના પરિણામે કોર્ટનું નવું બિલ્ડીંગ બનવાની કામગીરી હજી સુધી અધ્ધરતાલ રહી છે. મોરબીને સને 2013 માં જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો.
જિલ્લાકક્ષાની કચેરીઓ મોરબી ખસેડવા માટે એક બાદ એક વિભાગ દ્વારા કામગીરી શરુ કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લામાં નવી જિલ્લા કોર્ટ બનાવવા માટેની તૈયારીઓ શરુ કરવામાં આવી હતી ત્યારે 2016 માં સરકાર દ્વારા આ કોર્ટ માટે રૂ.30.07 કરોડની રકમ માટે વહીવટી મંજુરી આપવામાં આવી હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે કેટલીક સૂચનાઓ આવતા મોરબી માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમગ્ર પ્રોજેક્ટ માટેના ખર્ચના અંદાજીત રકમ માં ફેરફાર કરી ને નવી રકમ રૂ.45.57 કરોડની રકમની દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યાર બાદ વારંવાર મોરબી માર્ગ અને મકાન વિભાગ તેમજ ગુજરાત સરકારના લીગલ વિભાગ વચ્ચે વાતચીત જ ચાલી રહી છે. આ બાબતમાં નક્કર કોઈ નિર્ણય હજી સુધી લેવાયો નથી. જેના લીધે મોરબીવાસીઓ ને નવી કોર્ટ ની સુવિધા ક્યારે ઉપલબ્ધ થશે એ કહેવું મુશ્કેલ છે. બીજી બાજુ હાલ માં મોરબી કોર્ટ જ્યાં ચાલી રહી છે ત્યાં કોર્ટ બિલ્ડીંગ અત્યંત જુનું છે. કોર્ટના સ્ટાફ ની દ્રષ્ટી એ પણ નવું સુવિધાઓ યુક્ત બિલ્ડીંગ અત્યંત જરૂરી છે. ત્યારે સરકારી કામગીરીઓમાં ક્યારે ઝડપ આવશે અને ક્યારે આ વાટાઘાટોનો ક્યારે અંત આવશે એના પર મોરબીવાસીઓની નજર મંડાયેલી છે.