દેશના સૌથી ધનવાન વ્યક્તિ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં એક દિવસમાં અધધધ કહી શકાય એવો વધારો થયો છે.તા.8 ઑક્ટોબરના દિવસે એમની કુલ સંપત્તિ 100 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ છે. આ સાથે તેઓ પહેલી વખત ફોર્બ્સ બિલિયોનેર લીસ્ટમાં આવી ચૂક્યા છે. તાજેતરમાં તેમણે અમેરિકાના ટેક્સાસની ફૂડ રિટેલ ચેઇન સ્ટોર્સ કંપની 7-ઇલેવન, ઇન્ક (SEI) સાથે ભારતમાં 7-ઇલેવન કન્વિનિયન્સ સ્ટોર્સ ભારતમાં શરૂ કરવા માટે માસ્ટર ફ્રેન્ચાઇઝી માટે ચોક્કસ પ્રકારની ડીલ કરી છે.
આ જાહેરાત બાદ એમની કુલ સંપત્તિમાં 3.5 અબજનો મોટો વધારો થયો છે. દેશમાં પેટ્રોકેમિકલ ક્ષેત્રે જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મંદીના માહોલ વચ્ચે અને કોરોનાના કપરાકાળ બાદ પણ સંપત્તિસર્જનની પ્રક્રિયા યથાવત રાખી છે. વર્ષ 2019માં અંબાણીની નેટવર્થ 50 અબજ ડોલર હતી, જે અત્યારે 100 અબજ ડૉલર કરતાં વધારે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં તેમની સંપત્તિમાં ડબલ ફીગરથી વધારો થયો છે. દુનિયાના 100 બિલિયર ડૉલર ક્લબમાં એન્ટ્રી કરનાર મુકેશ અંબાણી પહેલા ભારતીય ઉદ્યોગપતિ છે. હજુ સુધી કોઈ ભારતીય ઉદ્યોગપતિ આ ક્લબમાં સામિલ થઈ શક્યા નથી. અદાણી ગ્રૂપના ગૌતમ અદાણીની સંપત્તિ 73 અબજ ડૉલરની છે. આવનારા ટૂંકાગાળામાં તેઓ પણ આ ક્લબમાં સામિલ થાયે એ દિવસો દૂર નથી. શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં રૂ. 100 જેવો ઉછાળો આવ્યો છે. જેની અસર વૈશ્વિક સ્તરે જોવા મળી છે. તા. 22 જુલાઇ 2020ના રોજ વિશ્વના 5મી સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. એ વખતે પણ એમને ટોપ મોસ્ટ કેટેગરી ઓફ રીચનેસમાં સ્થાન મળ્યું હતું.