ડ્રગ્સ કેસમાં બોલીવૂડમાં ખુબ જ મોટી હલચલ હાલ જોવા મળી છે. સુશાંતસિંહ વખતે પણ ડ્રગ્સ કેસ ખૂબ ગાજ્યો હતો. સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ સામે આવેલા ડ્રગ કનેક્શનમાં ઘણા બધા બોલીવૂડ સિતારાઓના નામ પોલીસ ચોપડા સુધી પહોંચી ગયા છે. એનસીબી દ્રારા તપાસનો ધમધમાટ પણ શુરૂ કરવામાં આવ્યો છે. જેમાં એનસીબીએ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની પણ ધરપકડ કરવામા આવી હતી. આર્યનને નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યૂરો દ્રારા મુંબઈ ગોવા જઈ રહેલા ક્રુઝની અંદર એક રેવ પાર્ટીમાંથી ઝડપી પાડવામાં આવ્યો.
જેમાં મીડિયા રીપોટ પ્રમાણે એ જાણકારી પણ સામે આવી છે કે આર્યન લાંબા સમયથી ડ્રગ લેતો હતો. ક્રુઝ ઉપર ચાલી રહેલી રેવ પાર્ટીનો આ ભાંડાફોડ એનસીબીના અધિકારી સમીર વાનખેડેએ કર્યો હતો. સમીર વાનખેડે એ જ અધિકારી છે જેમને અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોતના કેસમાં અભિનેત્રી રિયા ચક્રવાતી સામે ડ્રગના ષડયંત્રની તપાસ કરી હતી. અધિકારી વાનખેડેનું બોલિવૂડ સાથે ખાસ કનેક્શન છે. વાનખેડેએ મરાઠી અભિનેત્રી ક્રાંતિ રેડકર સાથે લગ્ન કાર્ય છે. ક્રાંતિ રેડ્કરે વર્ષ 2003માં આવેલી ફિલ્મ ગંગાજલમાં અજય દેવગન સાથે કામ કર્યું છે . સમીરે વાનખેડે શાથે વર્ષ 2017 લગ્ન કાર્ય હતા.
સમીરે વાનખેડે અનુરાગ કશ્યપ વિવેક ઓબેરોય અને રામગોપાલ વર્મા સહીત ઘણા બોલીવૂડ સિતારના ઘરે દરોડા પાડેલા છે. વર્ષ 2011માં સોનાથી બનેલી ક્રિકેટ વિશ્વકપ ટ્રોફીને પણ કસ્ટમ ડયુટીને આપ્યા બાદ જ મુંબઈ એરપોર્ટ ઉપરથી જવા દેવામાં આવી હતી. સમીર વાનખેડે તેની ફરજને લઈને હમેશા સક્રિય રહે છે અને કોઈને પણ તપાસ વિના જવા નથી દેતા. બોર્ડર ટેક્સ ડીપાર્ટમેન્ટમાં ફરજ બજાવતી વખતે સમીરે કથિત ઘણી પ્રખ્યાત હસ્તીઓને ક્લીયરન્સ ન હતું આપ્યું. જ્યાં સુધી સેલેબ્સ વિદેશી મુદ્રાની અંદર ખરીદવામાં આવેલા સામાનનો ખુલાસો અને તેના ઉપર ટેસ્ક નથી ચુકવતા.એટલું જ નહિ.તેમને ટેક્સની ચુકવણી ના કરવા વાળા બે હજારથી પણ વધારે ફિલ્મીઓ હસતી સામે મામલો દાખલ કર્યો છે.