HomeGujaratખેડાના પોરડા નજીક કાર અને ટેન્કર વચ્ચે જીવલેણ અકસ્માત, 5નાં મોત

ખેડાના પોરડા નજીક કાર અને ટેન્કર વચ્ચે જીવલેણ અકસ્માત, 5નાં મોત

રાજ્યમાં દિવસે દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને નેશનલ હાઈવેને જોડતા રસ્તાઓ પર અકસ્માતની સંખ્યા વધી રહી છે. ખેડા પાસે આવેલા કઠલાલના પોરડા નજીક કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિને ઈજા થઈ છે. જ્યારે પાંચ વ્યક્તિઓનાં મોત થયા છે. ચારેયના મૃતદેહને યુદ્ધના ધોરણે હોસ્પિટલ ખસેડાયા હતા. આ મૃતકો સુરેન્દ્રનગરગ જિલ્લાના હોવાનું જાણવા મળી રહ્યું છે.

કઠલાલ કપડવંજ રોડ પર ગુરૂવારે મોડી રાત્રે જીવલેણ અકસ્માત થયો હતો. જેમાં પોરડાના પાટિયા નજીક સ્વિફ્ટ કાર ઓવરટેક કરવા જતા ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિને ઈજા થતા 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર હેતું લઈ જવાયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તમામને કઠલાલ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. કઠલાલ કપડવંજ રોડ પર મોડી રાત્રે આ ઘટના બની હતી. જેમાં એક કાર પુરપાટ વેગે દોડતી આવી ટેન્કર સાથે ઘડાકા સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતને કારણે હાઈવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે ટ્રાફિક ડાઈવર્ટ કરવાની કામગીરી કરી હતી. મૃતકોને પોસ્ટમોર્ટમ હેતું ખસેડાયા છે. આ ઉપરાંત પોલીસે મૃતકના પરિવારજનોને ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતા પરિવારજનો હોસ્પિટલ માટે રવાના થયા હતા. રાજ્યમાં સતત વધી રહેલી માર્ગ અકસ્માતની ઘટનામાં મોટાભાગની ઘટના રાત્રે બનેલી છે. ક્યારેક ડ્રાઈવરની બેદરકારીને કારણે તો ક્યારેક રોંગ સાઈડમાં વાહન હંકારવાને કારણે આવી ઘટનાઓ બને છે.

આ ઉપરાંત પોલીસે ટેન્કરચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી એની પણ તપાસ ચાલું કરી દીધી છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મૃતક ભરતભાઈ જમોડના દીકરા કિરણ અને તેમની સાથે આવેલાં પાયલબેનને લઈને આવેલા. આ બંનેને લેવા ઉપરોક્ત તમામ સ્વિફ્ટ કાર લઈને તોરણા પાસેના પેટ્રોલપંપે આવ્યા હતા. પછી તમામ પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. આ ઘટનામાં પોલીસે ઈજાગ્રસ્તનું પણ નિવદેન લીધુ છે.

મૃતકોના નામ
પ્રભુભાઈ લાખાભાઈ બકુડિયા (ઉં વ.35, રહે. વસવલિયા, તા.વિરમગામ, જિ. અમદાવાદ)
વિક્રમ બાલુભાઈ પાભરિયા (ઉં.વ.35, રહે.બાબાજીપુરા, તા. લખતર, જિ. સુરેન્દ્રનગર)
ભરતભાઈ કેશાભાઈ જમોડ (ઉં.વ.45, રહે. ચેજરા, તા.વિરમગામ, જિ. અમદાવાદ)
સુરેશભાઈ ચમનભાઈ મેણિયા (ઉં.વ.30, રહે.બાબાજીપુરા, તા.લખતર, જિ. સુરેન્દ્રનગર)
સુનીલ હરિભાઇ કુમાદરા (ઉં.વ. 24, રહે. વસવલિયા, તા.વિરમગામ, જિ. અમદાવાદ)
સારવાર દરમિયાન મોત

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW