મોરબી જિલ્લામાં હાલ ગ્રામ પંચાયત ચૂંટણીનો માહોલ પુર બહારમાં ખીલ્યો છે.જિલ્લામાં આજે સરપંચ અને સભ્યના ફોર્મ પરત ખેંચવાની અંટીમ તારીખ હતી.મંગળવારે જિલ્લામાં સરપંચના 54 ઉમેદવાર અને સભ્ય ના 31 ઉમેદવારે ફોર્મ પરત ખેંચયા હતા.આજની સ્થિતિએ જિલ્લામાં કુલ 71 ગ્રામ પંચાયતને બિન હરીફ જાહેર કરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીનો માહોલ હાલ જામી રહ્યો છે.આજે રાજ્યની 10 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ નક્કી કરાઈ હતી. મોરબી જિલ્લામાં 303 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજવવા જઈ રહી છે આ માટે સરપંચ માટેકુલ 928 ફોર્મ ભરાયા હતા જ્યારે વોર્ડ સભ્ય માટે 3915 ઉમેદવારો દાવેદારી કરી હતી.જોકે આજે ફોર્મ પરત કરવાની અંતિમ દિવસ હોવાથી ઘણી ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવા અથવા એન કેન કારણોસર ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા પહોચ્યા હતા.મોરબી જિલ્લામાં અંતિમ દિવસે સરપંચ માટે 51 ઉમેદવાર જ્યારે વોર્ડ સભ્ય માટે 31 ફોર્મ પરત ખેંચાતા હવે જિલ્લામાં કુલ ઉમેદવારની સંખ્યા સંખ્યા 871 રહી છે. બીજી તરફ જિલ્લામાં કુલ 71 ગ્રામ પંચાયત સંપૂર્ણ પણે સમરસ જાહેર થઈ ચૂકી છે આ ગામમાં હવે ચૂંટણી યોજાશે હવર જિલ્લાની 232 ગ્રામ પંચાયત સરપંચ માટે 872 ઉમેદવાર જ્યારે સભ્ય માટે 3783 ઉમેદવાર મેદાનમાં રહેશે. આગામી 19 મીના રોજ જિલ્લાની 232 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે જ્યારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સરપંચ અને સભ્યોના ભાવિનો ફેંસલો કરશે. જેનું પરિણામ 21મી એ જાહેર થસે.

