સુરતના પાંડેસરા વિસ્તારમાં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાનો બનાવ સામે આવ્યો હતો આ બનાવમાં સેશન્સ કોર્ટે આરોપી ગુડ્ડુ યાદવને ફાંસીની સજા ફટકારી છે.સરકારી વકીલના જણાવ્યા મુજબ ગુજરાતમાં આ સૌથી ઝડપી ચુકાદો છે. કોર્ટે માત્ર 29 દિવસમાં જ સમગ્ર કેસની હિયરિંગ પૂર્ણ કરી સજા ફટકારી છે. અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મમાં ના કેસમાં ઈતિહાસમાં પ્રથમવાર આટલો ઝડપી ચુકાદો આવ્યો છે.આ પહેલા પોલીસે આરોપીની ધરપકડ કરી 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી જેમાં સાત દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી સોમવારે આરોપી આ કેસમાં ગુનેગાર સાબિત થયો હતો જે બાદ મંગળવારે કોર્ટે ચુકાદો આપતા આરોપીને ફાંસીની સજા જાહેર કરી હતી.આ ઉપરાંત બાળકીના પરિવારને રૂપિયા 20,00,000 સરકારી વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે.

સરકારી વકીલ નયન સુખડવાલાએ આ અંગે જણાવ્યું હતું કે નરાધમ આરોપી કૃત્યની કોર્ટે યોગ્ય સજા ફટકારી છે.આ કેસમાં પોલીસ તબીબી ટીમ તેમજ ન્યાયાલય સાથે સંકળાયેલા તમામ લોકોનો પૂરતો સહયોગ મળ્યો હતો ઝડપી ચુકાદામાં યોગ્ય ન્યાય બાળકીને મળે તે માટે શક્ય તમામ પ્રયાસ કરાયા હતા. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ પણ આ કેસ ઝડપી ચાલી અને ન્યાય મળે તે માટે ટેલીફોનીક સંપર્ક કર્યો હતો.ભોગ બનનાર બાળકીની માતાએ કોર્ટના આદેશને સ્વીકાર્યો હતો અને ઝડપથી ન્યાય મળવા બદલ કોર્ટ અને સહકાર અપનારનો આભાર વ્યક્ત કર્યો હતો બીજી તરફ બાળકીના પિતાએ પણ ગુજરાતી કોર્ટના ચુકાદા પર રાજીપો વ્યક્ત કરી આરોપીને ઝડપથી ફાંસીની સજા આપવા માંગણી કરી હતી.

આરોપી સામેનો આ કેસ રેરેસ્ટ ઓફ રેર ગણાવ્યું હતું જેથી તેના આરોપીને મહત્તમ સજા થવી જોઈએ તેવી સરકારી વકીલે રજૂઆત કરી હતી આ માટે સરકાર તરફથી કુલ 31 ચુકાદા કાયદા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવી હોય બાળકી પર આરોપીએ ગુજારેલા અમાનુષી અત્યાચાર ની કહાની સરકારી વકીલ દ્વારા જે રીતે રજૂ કરવામાં આવી જે સાંભળી કોર્ટમાં હાજર લોકોના મુખમાંથી પણ ઓહ માય ગોડ જેવા શબ્દો નીકળી ગયા હતા.
દિવાળીની આગળની રાત્રે એટલે કે ૪થી નવેમ્બરના રોજ અઢી વર્ષની બાળકીનું ગુડ્ડુ યાદવ નામના શખ્સોએ અપહરણ કર્યું હતું અને નજીક જાડેજા ક્રમમાં લઈ ગયો હતો અહીં તેની સાથે દુષ્કર્મ કરી ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસ તરત એક્શનમાં આવી અને માત્ર 48 કલાકમાં આરોપીને ઝડપી લીધો હતો ગમન પાંચ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી સરકાર પક્ષે સાત દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરવામાં આવી હતી જેમ 69 સાક્ષી આથી સરકાર પક્ષે 42 સાક્ષીઓની ચકાસણી કરી હતી.આ ઘટનામાં પોલીસે 246 પાનાંની ચાર્જશીટ રજૂ કરી બાળકીને ન્યાય આપવાની કાર્યવાહી શરૂ કરી હતી ડોક્ટરો એફ.એસ.એલ આરોપીના ઘરના માલિક મિત્ર તેમજ અન્ય સાક્ષીઓની ઉલટતપાસ પૂરી થઇ ગયા બાદ અંતિમ દલીલો 1લી ડિસેમ્બર ના રોજ મુખ્ય સરકારી વકીલ દિલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

