HomeGujaratચોર ટોળકી ગૂગલ પર લોકેશન ટેક કરતી હાથફેરો એવી રીતે કરતી કે...

ચોર ટોળકી ગૂગલ પર લોકેશન ટેક કરતી હાથફેરો એવી રીતે કરતી કે માન્યમાં નહીં આવે

જૂનાગઢમાં મોબાઈલની દુકાનમાંથી ચોરી કરનારી બિહારની ચાદર ગેંગની મોડસ ઓપરેન્ડીની ચોંકાવનારી વિગતો પોલીસની સામે આવી છે. આ ગેંગ ગુગલ ઉપર લોકેશન મેળવીને ત્યાંના મોટા શો-રૂમને ટાર્ગેટ કરીને ચોરી કરતા હતા. તેમજ ચોરી સમયે અને રેકી સમયે ફોન લઈ જતા નહીં હોવાનું અને જો સાથે મોબાઈલ લઈ જાય તો પણ બંધ રાખતા હોવાનું સામે આવ્યું છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

થોડા દિવસ પહેલા જૂનાગઢના એમજી રોડ ઉપર આવેલી મોબાઈલની દુકાનમાં થયેલી મોબાઈલ ફોનની ચોરીના ગુનામાં ક્રાઈમબ્રાંચના સ્ટાફે અમદાવાદના નારોલમાંથી બિહારની ચાદર ગેંગના ગોવિંદ મદન શાહ, નિજામુદીન હલીમ મીયા દરજી, મોબીન જુના દેવાન, બબલુ ઉર્ફે બોબી મદન શાહ તૈલી, મુકેશકુમાર છેદી રામ ગુલશનકુમાર બ્રહ્મનંદપ્રસાદ કુસવાહા મહતો તથા નઈમ હારીશ દેવાનને પકડી લીધા હતા. આ શખસોને બી ડિવીઝન પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ હાથ ધરી હતી.

આ પૂછપરછમાં આરોપીઓએ ચોંકાવનારી કબુલાત આપી હતી. આ અંગે ડીવાયએસપી પ્રવિણસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, આરોપીઓની પૂછપરછમાં મોબિન, નઈમ, ગુલશન, નિઝામુદ્દીન સહિતનાઓએ વિશાખાપટ્ટનમ, વિરાર, નાલાસોપારા, મલાડ, નડીયાદ, રાજકોટ, કલકતા, ઈન્દોર સહીતના વિવિધ રાજ્યોમાં આવેલા વિવિધ શહેરોમાં પકડાઈ ચુક્યાં છે. તેમજ વોન્ટેડ ચાદર ગેંગના આંતરરાજ્ય ગુનેગારો પણ છે.

આરોપીઓ નિઝામુદ્દીન, મોબિન અને નઈમ આ ચોરીના મુખ્ય સુત્રધાર છે. જ્યારે ગુલશન દુકાનમાંથી પ્રવેશ કરવાનો તથા મોબાઈલની દુકાનોમાં ચોરી કરવામાં પંકાયેલો છે. પકડાયેલા આરોપીઓ પૈકી ગોવિંદ, મુકેશ અને બબલુ પહેલી જ વખત ચોરી કરવા આવ્યાં હોય તેઓ રોડ ઉપર ઉભા રહીને ધ્યાન રાખવાનું તેમજ ગુલશન દુકાનમાં પ્રવેશ કરે ત્યારે ચાદર દુકાનના શટર આડુ રાખવાનું કામ કરતા હોવાની કબુલાત કરી હતી. તો નઈમ અને મુકેશ નામના શખસો દુકાનના અને શટર લોક તોડ્યાં વગર ઉંચા કરવામાં માહેર છે.

રિમાન્ડ દરમયાન ચાદર ગેંગની સંપૂર્ણ મોડસ ઓપરેન્ડી પણ બહાર આવી છે. જેમાં આ ગેંગ સૌ પ્રથમ રાજ્યમાં ચોરી કરવા જાય છે તે શહેરમાં ભાડે રાખીને ગુગલ મેપ ઉપર તે રાજ્યનું કોઈપણ શહેર સિલેક્ટ કરી તેમાં મોબાઈલના મોટા શો-રૂમની માહિતી મેળવે છે. તેમાંથી અમુક શો-રૂમોને તે ટાર્ગેટ બનાવે છે. બાદમાં આરોપીઓ ગુલશન અને નઈમ પસંદ કરવામાં આવેલા ટાર્ગેટની રેકી કરી છે. રેકી દરમયાન તે શો-રૂમમાંથી મોબાઈલની સંખ્યા અથવા મુદ્દામાલ દુકાનમાં છે કે કેમ તે અંગેની પણ તપાસ કરવામાં આવે છે. તે ચેક કરીને બે દિવસ બાદ ગેંગના તમામ આરોપીઓ ગુનાને અંજામ આપવા માટે એસટી અથવા રેલવેમાં જે તે શહેરમાં ઉતરીને ટાર્ગેટ કરેલા શો-રૂમ ઉપર જતા હતાં.

ચોરી કરતા સમયે પોતાની સાથે મોબાઈલ પણ રાખતા ન હતા અને જો સાથે હોય તો તેને બંધ રાખતા હતા. ચોરી દરમયાન ફોન પણ ચાલુ કરતા ન હતા. શો-રૂમમાં બે માણસો દ્વારા શટર ઉંચુ કરવામાં આવતું હતું અને બે આરોપીઓ ત્યાં ચાદર પકડવાનું કામ કરતા હતા અને આરોપી ગુલશન જેવો શટર નીચેથી પ્રવેશ કરીને કેમેરો ચેક કરીને વાયરો કાપી નાંખતો હતો. ત્યારબાદ મોબાઈલના બોક્સ ફટાફટ તોડીને તેમાંથી માત્ર મોબાઈલ કાઢી લેતો હતો. આ ચોરી દરમયાન અન્ય આરોપીઓ રોડ ઉપર આવતા જતા માણસો ઉપર વોચ રાખવાનું કામ કરતા હતા. અડધી પોણી કલાકમાં પોતાનું કામ પતાવીને નીકળી જતા હતા અને એસટી કે રેલવે મારફતે જે શહેરમાં રોકાયા હોય ત્યાં સુધી જતા હતાં.

આ ચાદર ગેંગના આરોપીઓ સામાન્યરીતે ચોરી કરવા માટે વહેલી સવારનો સમય પસંદ કરતા હતાં. પકડાયેલ ગેંગ ચોરી કરવામાં ચાદરનો ઉપયોગ કરતો હોવાથી ચાદરગેંગ તરીકે અને બિહારના ઘોડાશનના હોય આ ગેંગને ઘોડાશન ગેંગ તરીકે પણ ઓળખવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW