મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલી રહેલા ‘સ્વદેશી મેળા’ અંતર્ગત નગરજનોના મનોરંજન માટે તા 2 નવેમ્બર એટલે કે આજે રાત્રે 9:00 કલાકે એક મેજિક શોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સ્વદેશી મેળાની રોનકમાં વધારો કરવા અને નાગરિકોને ઉત્તમ મનોરંજન પૂરું પાડવા માટે યોજાનાર આ મેજિક શોમાં જાદુના અવનવા અને આશ્ચર્યજનક કરતબો રજૂ કરવામાં આવશે. આ રોમાંચક પ્રસ્તુતિઓ દ્વારા બાળકો સહિત તમામ વય જૂથના નાગરિકો અદ્ભુત મનોરંજન માણી શકશે
કાર્યક્રમની વિગતો:
-
સમય: આજે રાત્રે 9:00 કલાકે
-
સ્થળ: સ્વદેશી મેળો, રત્નકલા ગ્રાઉન્ડ
-
સરનામું: સ્કાય મોલની બાજુમાં, શનાળા રોડ, મોરબી
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નગરજનો, બાળકો અને પરિવારજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ મેજિક શોનો આનંદ માણવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

