HomeGujaratમોરબીમાં પોલીસે બે સ્થળેથી મળેલા અજાણ્યા પુરુષના મૃતદેહના વાલીની શોધ આદરી

મોરબીમાં પોલીસે બે સ્થળેથી મળેલા અજાણ્યા પુરુષના મૃતદેહના વાલીની શોધ આદરી

મોરબી શહેરના અલગ અલગ બે વિસ્તારમાંથી એક આધેડ અને એક અંદાજિત 40 વર્ષીય યુવાનના મૃતદેહ મળી આવતા પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે મૃતકોની ઓળખ થઇ શકી નથી તેમજ મોતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી આ બાબતે પોલીસે નોધ કરી મૃતકના વાલી વારસની શોધ ખોળ શરુ કરી છે.

મોરબી શહેરના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફીસ સામેના ભાગે આવેલા પાર્કિંગમાંથી ગત તા ૨૩ ના રોજ એક અજાણ્યા પુરુષને આંચકી ઉપડતા તાત્કાલિક 108ની મદદથી હોસ્પિટલ ખસેડ્યો હતો જોકે સારવાર દરમિયાન તેનું મોત થતા મૃતદેહ પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી મૃતક પાસેથી કોઈ ઓળખ પુરાવો  મળ્યો ન હતો હાલ પોલીસે તેના વાલીવારસની શોધખોળ માટે પ્રયાસ કર્યા છે પ્રાથમિક માહિતી મુજબ મૃતકની ઉમર આધેડ વયની હોવાનું અને  શરીર શ્યામ વર્ણ તેમજ વાળ સફેદ અને કાળા મિશ્ર પ્રકાર ના હોય બ્લુ રંગનું રંગનું પેન્ટ અને પ્રિન્ટેડ શર્ટ છે આ મૃતકના વાલીની ઓળખ માટે પીએસ આઈ એચ.આર.જાડેજાનો સંપર્ક કરવા જણાવ્યું છે

અન્ય એક સ્થળેથી અંદાજીત 40 વર્ષીય યુવાનનો મૃતદેહ મળ્યો હતો આ યુવકનો મૃતદેહ નવલખી રોડ પર  શ્રધ્ધા પાર્ક જવાના રસ્તે ગત તા 21 ના રોજ મળી આવ્યો હતો જોકે આ યુવાનના મૃતદેહને રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલ માં પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો હતો મૃતકે ગ્રે રંગનું જીન્સનું પેન્ટ પહેર્યું હતું  આ યુવકનો મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટ્લ ખાતે રાખવામાં આવ્યો છે અને તેના વાલી વારસ ને બી ડીવીઝન પોલીસ મથકના પી એસ આઈ બી એ ગઢવી નો સંપર્ક કરવા જણાવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW