વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીના રાજમાતા વિજયકુંવરબાના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને તેમણે રાજમાતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, “મોરબીના રાજમાતા આદરણીય વિજયકુંવરબાના નિધનના સમાચારથી અત્યંત દુઃખ થયું છે. તેમનું વ્યક્તિત્વ, તેમની સેવાભાવના અને મોરબીની જનતા સાથેનો તેમનો ગાઢ નાતો હંમેશાં સ્મરણીય રહેશે.”
તેમણે ઈશ્વર પાસે પ્રાર્થના કરતા ઉમેર્યું હતું કે, “પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર તથા સ્નેહીજનોને આ મોટું દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.”


