મોરબી: સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષકની સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત મોરબી LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે પ્રોહિબિશનના ગુનાઓમાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
પોલીસે પ્રથમ કાર્યવાહીમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા ટંકારાના સરાયા (સાવડી) ગામના સલીમ ઉર્ફે સાલો બાબુભાઈ વિકીયાણી સંધી (ઉંમર 38 વર્ષ)ને વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ નીચેથી ઝડપી પાડ્યો હતો.
જ્યારે બીજી કાર્યવાહીમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામના વિશાલભાઈ ભીખુભાઈ ઓળકીયા (ઉંમર 25 વર્ષ)ને વધાસીયા ટોલનાકા પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસે બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, તા. 1થી 15 ઓક્ટોબર દરમિયાન ચાલી રહેલી સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


