માળીયા મિયાણા તાલુકાના જાજાસર ગામની સીમમાં એક શ્રમિક યુવતીના આપઘાતની ઘટના સામે આવી છે. ખેતરના શેઢે બાવળના ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, હસમુખભાઈ ગોગરાના ખેતરના શેઢે આવેલા બાવળના ઝાડમાં આશાબેન ખુમસીંગ મછાર (ઉંમર 19 વર્ષ), હાલ રહે. જાજાસર અને મૂળ વતની ધાર, મધ્યપ્રદેશ, કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં માળીયા મિયાણા પોલીસે આ મામલે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે અને યુવતીના મોત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

