HomeGujaratમોરબી: પ્રેમજાળમાં ફસાવી સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી અલ્તાફને સ્પેશિયલ પોક્સો કોર્ટે...

મોરબી: પ્રેમજાળમાં ફસાવી સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી અલ્તાફને સ્પેશિયલ પોક્સો કોર્ટે ફટકારી 20 વર્ષની કેદ

મોરબી શહેરમાં પોક્સો એક્ટના એક કેસમાં વિશેષ પોક્સો કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચરવા તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આ ગુનામાં કોર્ટે કડક દાખલો બેસાડતો ચુકાદો આપ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી શહેરમાં રહેતા એક પરિવારની 17 વર્ષીય સગીરાને વિશિપરા વિસ્તારમાં રહેતા અલ્તાફ યુસુફભાઈ મોવર (ઉં.વ. 24) નામના યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપીને તેનું અપહરણ કરી ગયો હતો અને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, આ મામલે ફરિયાદીના ભાઈ અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ અંગે ભોગ બનનારના પરિવાર દ્વારા મોરબી એ-ડિવિઝન પોલીસ મથકે સગીરાના અપહરણ, દુષ્કર્મ અને ધમકી આપવા બાબતેની સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસે સક્રિયતા દાખવી આરોપી અલ્તાફ મોવરની ધરપકડ કરી તેને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.પોલીસે આ કેસમાં ઝડપથી તમામ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં તપાસના કાગળો (ચાર્જશીટ) સબમિટ કર્યા હતા. ત્યારબાદ મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

આ કેસમાં સરકાર પક્ષ તરફથી મદદનીશ સરકારી વકીલ નીરજભાઈ કારિયા દ્વારા કેસ લડવામાં આવ્યો હતો. સરકારી વકીલે કોર્ટમાં મજબૂત પક્ષ રજૂ કરતા કેસની સુનાવણી દરમિયાન કુલ 15 સાક્ષીઓની 15 ગવાહી તથા 29 જેટલા મહત્વપૂર્ણ દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવ્યા હતા. બને પક્ષોની દલીલો અને દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લીધા બાદ, કેસની સુનાવણી પૂર્ણ થતાં આરોપી અલ્તાફ યુસુફ મોવર સામેનો ગુનો અદાલતમાં પૂરવાર થયો હતો. સ્પેશિયલ પોક્સો કોર્ટના એડિશનલ સેશન્સ જજ ભૂમિકા કનૈયાલાલ ચંદારાણા દ્વારા આરોપીને કસૂરવાર ઠેરવવામાં આવ્યો હતો અને તેને 20 વર્ષની કેદ તેમજ ૨૫ હજાર રૂપિયાનો દંડ ફટકારતો કડક આદેશ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW