HomeGujaratમોરબીના રવાપર નદી ગામની સીમમાં 19 વર્ષીય શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

મોરબીના રવાપર નદી ગામની સીમમાં 19 વર્ષીય શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

મોરબી તાલુકાના રવાપર નદી ગામની સીમમાં આવેલી હોલીવુડ ઇન્ડસ્ટ્રીઝના લેબર ક્વાર્ટર્સમાં રહેતા 19 વર્ષીય શ્રમિકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.

મળતી માહિતી મુજબ, છાયમભાઈ અબ્દુલ રહેમાન બીસ્તી નામના 19 વર્ષીય શ્રમિકે ગઈકાલે બપોરના સમયે પોતાના લેબર ક્વાર્ટર્સમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જોકે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW