HomeGujaratહળવદના જુના દેવળીયાની સીમમાંથી જુગાર રમતા બે શખ્સો ઝડપાયા, બે ફરાર

હળવદના જુના દેવળીયાની સીમમાંથી જુગાર રમતા બે શખ્સો ઝડપાયા, બે ફરાર

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સીમમાં જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહી દરમિયાન રોકડ રકમ, જુગાર રમવાના સાધનો તેમજ છ મોટરસાયકલ સહિત કુલ રૂ. 1,31,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે જુના દેવળીયા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. દરમિયાન પોલીસે રૂ. 11,200 રોકડ, જુગાર રમવાના સાધનો અને રૂ. 1,20,000ની કિંમતની છ મોટરસાયકલ મળી કુલ રૂ. 1,31,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે જયેશ બળદેવભાઈ પાટડીયા, રહે. સુંદરગઢ, તા. હળવદ અને પ્રશાંત ધનજીભાઈ ભોજવીયા, રહે. જુના ઘાટીલા, તા. માળીયા મિયાણા,ને ઝડપી પાડ્યા હતા.

જ્યારે મુનાભાઈ જાદવજીભાઈ કોળી, રહે. જુના દેવળીયા, તા. હળવદ તથા રમણીક ઉર્ફે બુધો ઉર્ફે મુન્નો અવચરભાઈ કોળી, રહે. સુંદરગઢ, તા. હળવદ સહિત મોટરસાયકલના અન્ય ચાલકો પોલીસની તપાસમાં હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર મામલે હળવદ પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW