HomeGujaratમોરબીમાં માતાના ઠપકાથી લાગી આવતા 15 વર્ષીય સગીરાએ ચોથા માળેથી ઝંપલાવી આપઘાત...

મોરબીમાં માતાના ઠપકાથી લાગી આવતા 15 વર્ષીય સગીરાએ ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો

મોરબી શહેરના લીલાપર ચોકડી નજીક આવેલા એપાર્ટમેન્ટમાં રહેતી મૂળ ઉત્તરપ્રદેશની વતની 15 વર્ષીય સગીરાએ ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લેતા બનાવથી અરેરાટી ફેલાઈ હતી.

મળતી માહિતી મુજબ ધર્મેન્દ્રભાઈ પટેલના એપાર્ટમેન્ટમાં રહેતી ખુશીબેન રામનરેશ રામરાજ વર્મા (ઉં.વ. 15)ને તેની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો. માતાની વાતનું સગીરાને મનોમન લાગી આવતા ગત તા. 28 ઓગસ્ટના રોજ તેણે એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે કૂદીને આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી સગીરાના આપઘાત પાછળના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW