મોરબી ખાતે આવેલી બ્લુઝોન ફેક્ટરીની ગુજરાત સરકાર દ્વારા Director of Prosecution (DOP) તરીકે નિયુક્ત તથા નિવૃત્ત ન્યાયાધીશ અંબાલાલ આર. પટેલે તેમના ધર્મપત્ની સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મોરબીના DGP વિજયભાઈ જાની પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુલાકાત દરમિયાન ફેક્ટરી સંચાલકો દ્વારા અંબાલાલ પટેલનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે સિરામિક ઉદ્યોગની ઉત્પાદન પ્રક્રિયા, કામગીરી તેમજ મોરબીના સિરામિક ઉદ્યોગના વિકાસ અંગે રસપૂર્વક માહિતી મેળવી હતી.
નિવૃત્ત ન્યાયાધીશ તરીકેના તેમના લાંબા અનુભવ અને સરળ વ્યક્તિત્વ સાથેની આ મુલાકાત બ્લુઝોન ફેક્ટરી પરિવાર માટે ગૌરવ અને પ્રેરણાનો પ્રસંગ બની રહી હતી.

