મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર રઘુવંશી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે “શ્રી સરસ્વતી સન્માન સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 4 ઓક્ટોબર, રવિવારના રોજ સાંજે 5 વાગ્યે વસંત પ્લોટ સ્થિત શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે આ સમારોહ યોજાશે.
સમારોહમાં શૈક્ષણિક સિદ્ધિના શિખરો સર કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરી તેમની મહેનત અને સિદ્ધિને બિરદાવવામાં આવશે. સાથે જ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને પ્રેરણાસ્રોત મળે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સમારોહના ઉદ્ઘાટક તરીકે મોરબીના લોહાણા મહાજનના પ્રમુખ અશોકભાઈ લાલજીભાઈ કાચરાણી ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે જ્યોતિલેન જશવંતલાલ મીરાણી, M.Com. કોમર્સ શિક્ષક તથા ખુશ્બુબેન અર્પુલાલ ધેવાણી, B.E. (Civil), Registered Property Valuer ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો અને સમાજજનો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રઘુવંશી યુવક મંડળે સમાજના ભાઈ-બહેનોને પરિવાર સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારવા આમંત્રણ પાઠવ્યું છે.

