HomeGujaratહળવદમાં સાયકલ પરથી પટકાતા 8 વર્ષીય બાળકીનું મોત

હળવદમાં સાયકલ પરથી પટકાતા 8 વર્ષીય બાળકીનું મોત

હળવદ તાલુકાના રણજીતગઢ ગામે શાળાએથી ઘરે પરત ફરતી વખતે સાયકલ પરથી અચાનક પટકાઈ જતાં 8 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, રણજીતગઢ ગામની પ્રિયલ ગોરધન સોનગરા (ઉંમર 8 વર્ષ) ગતકાલે બપોરના રિશેષ દરમિયાન શાળાએથી સાયકલ પર ઘરે જઈ રહી હતી. તે દરમિયાન અચાનક બેભાન થઈ સાયકલ પરથી નીચે ઢળી પડી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દ્વારા બાળકીને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી. જોકે, તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બાદમાં બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બાળકીના અચાનક મોતને પગલે પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW