HomeGujaratમોરબી-હળવદ રોડ પર પાનની દુકાને રૂ. 65ના ઓનલાઈન પેમેન્ટ મુદ્દે બોલાચાલી, બે...

મોરબી-હળવદ રોડ પર પાનની દુકાને રૂ. 65ના ઓનલાઈન પેમેન્ટ મુદ્દે બોલાચાલી, બે સામે ફરિયાદ

મોરબી-હળવદ રોડ પર નિચી માંડલ ગામની સીમમાં આવેલા રાધે પાન સેન્ટર પર રૂ.65ના ઓનલાઈન પેમેન્ટને લઈને થયેલી બોલાચાલી ઉગ્ર બની હતી. નાસ્તાના પૈસાની ઓનલાઈન ચુકવણી દરમિયાન પાન સેન્ટરના સંચાલક અને ગ્રાહક વચ્ચે વિવાદ થતાં બંને ભાઈઓએ યુવક સાથે ગાળાગાળી કરી મારામારીનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ યુવકને હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.

ફરિયાદ મુજબ, નિચી માંડલ ગામની સીમમાં આવેલી સેનીસ્ટો સિરામિકની લેબર કોલોનીમાં રહેતા અને નોકરી કરતા હિતેશભાઈ ગોવિંદભાઈ છાસીયા (ઉ.વ.28) પોતાના સાથી અનિલભાઈ સાથે રાધે પાન સેન્ટર પર નાસ્તો કરવા ગયા હતા. નાસ્તો કર્યા બાદ અનિલભાઈ ઓનલાઈન પેમેન્ટ કરી રહ્યા હતા ત્યારે દુકાનના જીતુભાઈ પટેલે ફરિયાદીને ઉદ્દેશીને તેમની સાથે આવેલ વ્યક્તિ અંગે પૂછપરછ કરી હતી. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થતાં જીતુભાઈએ ગાળો આપી ફરિયાદી સાથે મારામારી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

દરમિયાન ફરિયાદીના શેઠ સ્મીતભાઈ પટેલ અને કિશનભાઈ પટેલ સ્થળ પર પહોંચતા ફરિયાદી તેમની કારમાં બેઠા હતા. આ સમયે જીતુભાઈના ભાઈ વિપુલભાઈ પટેલ પણ ત્યાં આવ્યા હતા અને ફરિયાદીને ગાળો આપી હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત ફરિયાદીને જાતિ પ્રત્યે અપમાનિત કરી ગુનાહિત ધમકી આપ્યાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે બંને ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW