HomeGujaratરાજકોટ રેન્જ પોલીસનો ગોંડલના અનીડા ગામે દરોડો: તીનપત્તી રમતા 8 ઝડપાયા, રૂ....

રાજકોટ રેન્જ પોલીસનો ગોંડલના અનીડા ગામે દરોડો: તીનપત્તી રમતા 8 ઝડપાયા, રૂ. 2.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ તાલુકાના અનીડા ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રાજકોટ રેન્જ ટીમે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.2,14,550નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ રેન્જના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોંડલ ડિવિઝન પાસેથી જરૂરી વોરંટ મેળવી અનીડા ગામના ડૈયા રોડ તરફ આવેલી એક વાડીની ઓરડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસની તપાસ દરમિયાન ઓરડીમાંથી તીનપત્તીનો નસીબ આધારિત જુગાર રમતા કુલ 8 ઈસમો મળી આવ્યા હતા. પોલીસે તમામને ઝડપી લઈ તેમની પાસેથી રૂ.1,39,550 રોકડા અને 7 મોબાઈલ ફોન, મળી કુલ રૂ.2,14,550નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઝડપાયેલા આરોપીઓમાં આશિષ કિશોરભાઈ હદવાણી, દર્શન પ્રફુલભાઈ સાકરવાડિયા, સંજય પરશોત્તમભાઈ હદવાણી, તનસુખભાઈ કેશવભાઈ ધીંગાણી, વિનોદરાય બાવનજીભાઈ કમાણી, અશ્વિનકુમાર વિનોદરાય ચનિયારા, વિપુલભાઈ મનસુખભાઈ સાંઈજા અને હર્ષદભાઈ જયંતીભાઈ કાવઠિયાનો સમાવેશ થાય છે.

તમામ આરોપીઓ સામે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટ રેન્જ પોલીસે ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી વધુ કડક કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW