HomeGujaratહળવદના ચરાડવા ગામની સીમમાં ગ્રામ પંચાયતના સભ્ય સહિત પાંચ જુગારી પકડાયા

હળવદના ચરાડવા ગામની સીમમાં ગ્રામ પંચાયતના સભ્ય સહિત પાંચ જુગારી પકડાયા

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને હળવદ પોલીસે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં ચરાડવા ગ્રામ પંચાયતના સભ્ય વિજય પટેલનો પણ સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂ. 32,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ચરાડવા ગામની સીમ વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ચરાડવા ગ્રામ પંચાયતના સભ્ય વિજય છગનભાઈ માકાસણા ઉર્ફે વિજય પટેલ સહિત ગિરીશ રતિલાલભાઈ પરમાર, રફીક હારૂનભાઈ મોવર, અમિત રમેશભાઈ ચૌહાણ અને દિલીપ અરવિંદભાઈ સોનગ્રાને ઝડપી પાડ્યા હતા. આ પૈકી ચાર આરોપીઓ ચરાડવા ગામના રહેવાસી છે, જ્યારે એક આરોપી માળીયા વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વિજય પટેલ એક મહિનાના સમયગાળામાં બીજી વખત જુગારના ગુનામાં પોલીસના હાથે ઝડપાયા હોવાનું જાણવા મળ્યું છે. ઝડપાયેલા પાંચેય આરોપીઓ પાસેથી કુલ રૂ. 32,800ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. આ મામલે હળવદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW