HomeGujaratટંકારાના મિતાણા ડેમ નજીક જુગાર રમતા છ શખ્સો રૂ. 65,100ના મુદ્દામાલ સાથે...

ટંકારાના મિતાણા ડેમ નજીક જુગાર રમતા છ શખ્સો રૂ. 65,100ના મુદ્દામાલ સાથે ઝડપાયા

ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક આવેલા ડેમ પાસે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ટંકારા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂ. 65,100નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મિતાણા-વાલાસણ રોડ પર ડેમની બાજુમાં આવેલા નદીકાંઠે બાવળની ઝાડીમાં કેટલાક શખ્સો જાહેરમાં ગોળ કુંડાળું બનાવી જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમી મળી હતી.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં વિપુલભાઈ પુનાભાઈ બાંભવા, બાબુભાઈ રાણાભાઈ સોઢીયા, સામતભાઈ પાલાભાઈ બાળા, રોહિતભાઈ વાસુરભાઈ બસિયા, સાજીદભાઈ આમદભાઈ ઠેબા તેમજ કિશોરભાઈ બાબુભાઈ દેણપીયાનો સમાવેશ થાય છે.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW