મોરબી તાલુકા પોલીસે જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતાં અલગ-અલગ બે સ્થળે દરોડા પાડી કુલ 15 શખ્સોને ઝડપી પાડ્યા છે. બંને સ્થળેથી મોટી રકમનો રોકડ મુદ્દામાલ કબજે કરીને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ અંગે પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે ઘુંટુ રોડ પર આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ નજીક દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં જાહેરમાં જુગાર રમતા પ્રતાપભાઈ સવસીભાઈ દેલવાડીયા, અર્જુનભાઈ વિરમભાઈ કુંઢીયા અને મનસુખભાઈ નરશીભાઈ વાઘેલા સહિત કુલ ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસને તેમની પાસેથી રૂ. 26,750નો રોકડ મુદ્દામાલ મળ્યો હતો.
બીજી તરફ, મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામની સીમમાં આવેલી સ્કોટલેન્ડ સિરામિક નજીક પણ પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી. અહીં જાહેરમાં જુગાર રમતા નિલેશભાઈ સુરેશભાઈ સોલંકી, કિશોરભાઈ મનસુખભાઈ ભટ્ટી, છોટુભાઈ અમરશીભાઈ મકવાણા, ગણેશભાઈ પર્વતભાઈ સાહુ, કપીલભાઈ સંતરામભાઈ રાજપુત, કૃષ્ણકુમાર ઉદયભાન અહીરવાલ, મહોમદ આશીક ઉર્ફે બબલુ હમીદખાન મન્સુરી, રીન્કુકુમાર બનેંસીગ માલવી, રોહીતકુમાર શ્યામસુંદર ચમાર, રાકેશભાઈ રામસેવક નિશાદ, ઇતરેન્દ્રસીંહ ઓમપ્રકાશ નિશાદ અને દાતારામ સોનેલાલ કેવટ સહિત કુલ 12 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તેમની પાસેથી રૂ. 1,52,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આમ, બંને સ્થળે થયેલી કાર્યવાહીમાં કુલ 15 શખ્સોને ઝડપી પાડી અંદાજે રૂ. 1,79,050નો રોકડ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

