HomeGujaratકરોડોની ઈન્શ્યોરન્સ છેતરપિંડીમાં મોસ્ટ વોન્ટેડ પ્રકાશ બિશનોઈ રાજસ્થાનથી ઝડપાયો

કરોડોની ઈન્શ્યોરન્સ છેતરપિંડીમાં મોસ્ટ વોન્ટેડ પ્રકાશ બિશનોઈ રાજસ્થાનથી ઝડપાયો

રાજસ્થાન રાજ્યમાં કરોડો રૂપિયાની ઈન્શ્યોરન્સ છેતરપિંડીના ગુનામાં મોસ્ટ વોન્ટેડ તેમજ મોરબી જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી પ્રકાશ બિશનોઈને મોરબી એલ.સી.બી.ની ટીમે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. આરોપીને મોરબી લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધર્યા બાદ પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમને આરોપી પ્રકાશ બિશનોઈ અંગે ચોક્કસ બાતમી મળતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આરોપી રાજસ્થાન રાજ્યના જાલોર જિલ્લાના સાંચોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળતા પોલીસ ટીમ રાજસ્થાન પહોંચી હતી. ત્યાંથી આરોપીને ઝડપી પાડી મોરબી લાવવામાં આવ્યો હતો.

પ્રકાશ બિશનોઈ વિરુદ્ધ મોરબી જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા હોવાનું તેમજ રાજસ્થાનના સાંચોર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023 દરમિયાન છેતરપિંડીનો ગુનો નોંધાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. રાજસ્થાન પોલીસે પણ આ ગુનામાં આરોપીને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો હતો.

આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓને ધ્યાને લઈ તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. મોરબી પોલીસની ટીમે રાજ્ય બહાર સુધી તપાસનો વ્યાપ લંબાવી મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી પાડતા પોલીસની સતર્કતા અને ગુનેગારો સામેની કડક કાર્યવાહીનો વધુ એક દાખલો સામે આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW