HomeGujaratજામીન પર બહાર આવી દોઢ માસથી ફરાર દુષ્કર્મ કેસનો મુખ્ય આરોપી ઝડપાયો

જામીન પર બહાર આવી દોઢ માસથી ફરાર દુષ્કર્મ કેસનો મુખ્ય આરોપી ઝડપાયો

મોરબીમાં વર્ષ 2021ના ચર્ચાસ્પદ દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલો અને વચગાળાના જામીન મળ્યા બાદ છેલ્લા દોઢેક માસથી ફરાર ચાલતો મુખ્ય આરોપી આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ચોક્કસ બાતમી અને સતત ટેકનિકલ દેખરેખના આધારે આરોપીને ઝડપી પાડતા પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી હિતેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા (ઉંમર 49), રહે. બજાજ ગામ, તાલુકો ટંકારા, વર્ષ 2021ના દુષ્કર્મના ગંભીર ગુનામાં મોરબી સબજેલ ખાતે સજા ભોગવી રહ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના આદેશથી તેને વચગાળાના જામીન મળ્યા હતા, પરંતુ નક્કી કરેલી મુદતે પરત જવાને બદલે તે ફરાર થઈ ગયો હતો.

ફરાર આરોપીને ઝડપી પાડવા મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે ટીમે આજે વહેલી સવારે તેના રહેણાંક સ્થળેથી આરોપીને ઝડપી પાડી મોરબી સબજેલ હવાલે કર્યો હતો. ગંભીર ગુનાના ફરાર આરોપીને શોધી કાઢવામાં પોલીસની સતર્કતા, ટેકનિકલ તપાસ અને ટીમવર્ક ફરી એકવાર અસરકારક સાબિત થયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW