HomeGujaratમોરબીમાં 11 મહિનાથી ફરાર પ્રોહિબિશનના ગુનાનો આરોપી ઝડપાયો

મોરબીમાં 11 મહિનાથી ફરાર પ્રોહિબિશનના ગુનાનો આરોપી ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 11 મહિનાથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી રણજીતસિંહ મેવાસિંહ રાવત (ઉ.વ. 27), રહે. જગમાલપુરા, માલકીયા બાડિયા, થાણા સેંદડા, તા. રાયપુર, જી. બ્યાવર (પાલી), રાજસ્થાન છેલ્લા લાંબા સમયથી પોલીસથી બચી રહ્યો હતો.

આરોપીને ઝડપી પાડવા માટે મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, ફરાર આરોપી લક્ષ્મીનગર ગામના બસ સ્ટેન્ડ નજીક હાજર છે.

બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી રણજીતસિંહ રાવતને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ મોરબી તાલુકા પોલીસે તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW