HomeGujaratમોરબીમાં ભાડાના ફ્લેટમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, 7 ઝડપાયા

મોરબીમાં ભાડાના ફ્લેટમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, 7 ઝડપાયા

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે રવાપર-ધૂનડા રોડ પર આવેલા રવાપર રેસિડેન્સી ગાર્ડન પેલેસના ભાડાના ફ્લેટમાં દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસ કાર્યવાહીમાં સ્થળ પરથી રૂ. 1,21,600ની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, પોલીસને ખાનગી બાતમી મળી હતી કે જગદીશભાઈ વાલજીભાઈ દેવાયતકા પોતાના ભાડાના ફ્લેટમાં બહારથી લોકોને બોલાવી ભેગા કરી નાલ ઉઘરાવી જુગાર રમાડે છે. બાતમીના આધારે પોલીસે ફ્લેટમાં દરોડો પાડતા સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા.

પોલીસે જગદીશભાઈ વાલજીભાઈ દેવાયતકા, વૈભવભાઈ નરભેરામભાઈ કકાસણીયા, અમરશીભાઈ પરસોતમભાઈ બારૈયા, જયદીપભાઈ કેશવજીભાઈ અમૃતીયા, કાંતીલાલભાઈ રેવાભાઈ ગામી, જયેશભાઈ પરસોતમભાઈ દલસાણીયા અને અમિતભાઈ કાંતિલાલ દેત્રોજાને ઝડપી પાડ્યા હતા.

તમામ આરોપીઓ પાસેથી રૂ. 1,21,600ની રોકડ રકમ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW