HomeGujaratટંકારા-લજઈ-ધુનડા રોડ જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા

ટંકારા-લજઈ-ધુનડા રોડ જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર સ્થળે ગંજીપત્તા વડે જુગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી રૂ. 19,700ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ટંકારા-લજઈ-ધુનડા રોડ પર ઝૂંપડા નજીક જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન હસમુખભાઈ રધુભાઈ ઉધરેજા, રાહુલભાઈ જયંતિભાઈ પાટડીયા, અરવિંદભાઈ ભુપતભાઈ પરેચા, કિશનભાઈ વિનુભાઈ પાટડીયા, ગણેશભાઈ ઉર્ફે ગણો પ્રવિણભાઈ ઉધરેજા અને નાથાભાઈ કરમશીભાઈ બાવરવા મળી આવ્યા હતા.

પોલીસે તમામ છ શખ્સોને રોકડ રકમ સાથે ઝડપી લઈ તેમની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW