મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે દેશભક્તિના માહોલ વચ્ચે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
ધ્વજવંદન બાદ ઉપસ્થિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાનનું ગાન કર્યું હતું. સમગ્ર કાર્યાલય પરિસર ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે દેશની આઝાદી માટે શહીદી વહોરનાર વીર સપૂતોને શ્રદ્ધાપૂર્વક યાદ કરી નમન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી અરવિંદભાઈ વાંસદડીયા, તપનભાઈ દવે, ચતુરભાઈ મકવાણા સહિતના હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

