હળવદ તાલુકાના બુટવડા ગામની નદી કાંઠાની સીમમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને હળવદ પોલીસે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે બુટવડા ગામે નદી કાંઠાની સીમમાં શામજીભાઈ મોહનભાઈ લોદરીયાની વાડીના શેઢા પાસે તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં પાંચ શખ્સો જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મળી આવ્યા હતા.
પોલીસે શામજીભાઈ મોહનભાઈ લોદરીયા, ગણેશભાઈ શંકરભાઈ લોદરીયા, મહેશભાઈ કાનજીભાઈ ઉડેચા અને મેરાભાઈ લખમણભાઈ નંદેસરીયા, તમામ રહે. બુટવડા, અને તુલશીભાઈ ચતુરભાઈ સુરાણી, રહે. શીવપુર, તા. હળવદવાળાને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત રૂ. 51,300નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

